તાપીમિત્ર ન્યુઝ,વ્યારા,નિઝર:કુકરમુંડાના નિંભોરા ગામની સીમમાં આવેલ એક ફાઈબરની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાને કારણે અંદાજે ૫ કરોડ રૂપિયાનું નુકશાન પહોચ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોધાઇ છે.બનાવને પગલે મહારાષ્ટ્ર,ગુજરાત તેમજ એમપી ના ફાયરના જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા,અને મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ તા.૧૮મી મે નારોજ,તાપી જીલ્લાના અતિ છેવાડે આવેલ કુકરમુંડાના નિંભોરા ગામમાં આવેલ કેદારેશ્વર નામની ફાઈબર ફેકટરીમાં શોર્ટસર્કીટને કારણે લાગેલી ભીષણ આગ ઉપર કાબુ મેળવવા માટે સોનગઢ,વ્યારા,બારડોલી,તલોદા,નંદુરબાર,સહાદા,ડોંડાઈચા તેમજ ખેતીયા સહિત ત્રણ રાજ્યમાં નજીકના વિસ્તારમાં આવેલ જુદાજુદા એરિયા માંથી આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ફાઈટરોને જાણ થતા ઘટના સ્થળ પર દોડી આવી લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.આગની ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.મહારાષ્ટ્ર અને ગુજરાત તેમજ એમપીના ફાયર ફાયટરો ઘટના સ્થળ પર પહોચે ત્યાં સુધીમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ભડભડ નીકળતી આગની જ્વાળાઓને લીધે આસપાસના રહીશોમાં પણ ફફડાટ ફેલાયો હતો.
નિંભોરા ગામે કેદારેશ્વર ફાઈબર ફેક્ટરીમાં લાગેલી આગ ઉપર ફાયરના જવાનોએ મહામહેનતે કાબુ મેળવ્યો હતો.બનાવ અંગે યોગેશભાઈ ભટુભાઈ સોનારે પોલીસને જાણ કરી હતી,ફેકટરીમાં કપાસની ગાંસડીઓ (કોટન બેલ્સ) હતા,તેમાં બાજુમાં મુકેલ શબમર્સીબલ પંપ તરફ વાયરોમાં શોર્ટસર્કીટ થતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.ફેકટરીમાં લાગેલી આગ ૧૯મી મે નારોજ ૮૦ ટકા જેટલી ઓલવાઈ જતા જેમાં આશરે કુલ-૨૫૦૦ ગઠન(ગાંસડીઓ) બળી ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું,જેના કારણે આશરે ૫ કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાની નિઝર પોલીસ મથકના ચોપડે નોધવામાં આવ્યું છે,બનાવ અંગે આગળની વધુ તપાસ હેકો અજયસિંગભાઈ દાદાભાઈ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500