Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

૨૩-બારડોલી(એસ.ટી) સંસદિય મતદાર વિભાગમાં કુલ ૬૪.૮૧ ટકા મતદાન નોંધાયું

  • May 08, 2024 

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની સીટ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૨૩ બારડોલી(અજજા) બેઠક ઉપર સાંજે ૬-૦૦ કલાક સુધીમાં મતદાન સંપન્ન થયું હતું.તાપી જિલ્લો અંતરિયાળ વિસ્તાર ધરાવતો હોઈ સાંજે થયેલા મતદાનની ટકાવારી ની વિગતો મોડી રાત્રે સુધી કામગીરી ચાલુ રહેતા ૧૭૧- વ્યારા અને ૧૭૨-નિઝર એમ બે સીટો ઉપર થયેલ મતદાનની ટકાવારી આજરોજ ચૂંટણીતંત્ર દ્વારા પ્રાપ્ત થયેલ છે. ઉનાળાની ગરમીને કારણે કદાચ ગત વર્ષની સરખમણીએ મતદાન ઓછુ થયું હોવાનું કહી શકાય.


ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ કરી ચૂંટણી તંત્ર સજ્જ બન્યું હતું. તાપી જિલ્લામાં મતદારોની જાગૃતિ,ચૂંટણી તંત્રની  જુદી જુદી ટીમોની તાલીમો,મીટીંગો વિગેરે આયોજનબધ્ધ કરીને ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉનાળાને ધ્યાને લઈને મતદારો માટે પાણીની સુવિધા,મેડિકલ સુવિધા,હેલ્પ સેન્ટરો સહિત દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.ફલસ્વરૂપે ૨૩-બારડોલીની તમામ સાત વિધાનસભાની સીટો પૈકી ૧૭૨-નિઝર બેઠક ઉપર સૌથી વધુ મતદાન ૭૯.૬૩ ટકા નોંધાયું હતુ અને ૧૭૧-વ્યારામાં ૭૩.૬૮ જેટલું મતદાન નોંધાયું હતું. જે આદિવાસી ગ્રામીણ ક્ષેત્રોમાં મતદારોની જાગૃતિ કહી શકાય. તથા ૧૫૮-કામરેજ બેઠક ઉપર સાત સીટો પૈકી સૌથી ઓછુ મતદાન ૪૬.૫૦ ટકા મતદાન નોંધાયું હતું. ૨૩ બારડોલી બેઠકમાં અગાઉની લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૯ માં ૭૩.૫૮ ટકા મતદાન નોંધાયું હતું. જે ગત વર્ષની સરખામણીમાં ૮.૭૭ ટકા ઓછુ મતદાન થયું તેમજ વિધાનસભા સીટ ૧૭૨-નિઝરમાં સૌથી વધુ ૮૨.૯૨ ટકા નોંધાયું હતું અને સૌથી ઓછુ ૧૫૮-કામરેજ ઉપર ૬૨.૬૨ ટકા નોંધાયું હતું. આમ ગત લોકસભા ચૂંટણીની સરખામણીમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદાનની ઓછી ટકાવારી નોંધાઈ છે. 

૨૩ બારડોલી(એસટી) સંસદિય  વિસ્તાર સમાવિષ્ઠ વિધાનસભાની સીટોવાઈઝ મતદાન સરવૈયું

વિધાનસભાસીટ              કુલ મતદારો      મતદારોએ મત આપ્યા        કુલ ટકા 

૧૫૬-માંગરોલ (એસટી)    ૨૨૮૫૦૬         ૧૫૭૩૯૮                     ૬૮.૮૮

૧૫૭-માંડવી(એસટી)       ૨૪૬૦૪૨           ૧૮૩૫૦૮                    ૭૪.૫૮ 

૧૫૮-કામરેજ               ૫૫૩૭૧૧           ૨૫૭૪૮૩                    ૪૬.૫૦ 

૧૬૯-બારડોલી(એસસી)    ૨૮૨૩૨૯           ૧૮૦૩૬૮                    ૬૩.૮૯

૧૭૦-મહુવા(એસટી)        ૨૩૦૧૨૧           ૧૫૭૮૦૬                   ૬૮.૫૮ 

૧૭૧-વ્યારા(એસટી)        ૨૨૧૯૩૦           ૧૬૩૫૦૯                    ૭૩૦૬૮ 

૧૭૨-નિઝર (એસટી)      ૨૮૫૭૬૯             ૨૨૭૫૫૬                   ૭૯.૬૩ 

                      કુલ- ૨૦૪૮૪૦૮          ૧૩૨૭૬૨૮         સરેરાશ  ૬૪.૮૧ 

આમ લોકશાહીના અવસરમાં તાપી જિલ્લો લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ૨૩ બારડોલીની બેઠક ઉપર મોખરે રહ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application