બિહારમાં નદીઓ અને તળાવોમાં સ્નાન કરવા દરમિયાન 22 લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનાઓ છેલ્લા 24 કલાકમાં થઇ હતી અને તે પૈકી મોટા ભાગની ઘટનાઓ જીવિત્પુત્રિકા પર્વમાં સ્નાન દરમિયાન બની હતી. આ પર્વમાં મહિલાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.
મુખ્યપ્રધાન નીતિશકુમારે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું અને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા જારી નિવેદન અનુસાર છેલ્લા 24 કલાકમાં ભોજપુરમાં પાંચ લોકો, જેહાનાબાદમાં ચાર, પટણામાં ત્રણ, રોહતકમાં ત્રણ, દરભંગામાં બે, નવાડામાં બેસ કૈમુરમાં એક, માધેપુરામાં એક તથા ઔરંગાબાદમાં એક વ્યકિતનું મોત થયું છે. ભોજપુરમાં સોન નદીના બહિયારા કિનારે 15 થી 20 વર્ષની પાંચ યુવતીઓ ડૂબી ગઇ હતી. જે પૈકી એક સેલ્ફી લઇ રહી હતી ત્યારે ડૂબી જ્યારે અન્ય ચાર તેને બચાવવા પડી જેના કારણે ડૂબી ગઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500