ક્રિકેટ વર્લ્ડકપને પગલે ફ્લાઇટોમાં બુકિંગ વધતાં હાલ અમદાવાદથી દિલ્હી, મુંબઈ, ચંદીગઢ, બેંગલુરુની વન-વે ફ્લાઇટમાં ભાડાં આસમાને જોવા મળી રહ્યા છે. સામાન્ય દિવસોની સરખામણીમાં ભાડા 200થી 500 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. 20 નવેમ્બરની વિવિધ જગ્યાઓની ફ્લાઇટોમાં સવારે 6થી 12ના સમયમાં સૌથી વધુ ભાડા હાલ વિવિધ એરલાઇન્સ સહિતની વેબસાઇટો પર જોવા મળી રહ્યા છે. આ સાથે 18 અને 19 નવેમ્બરે અમદાવાદ આવતી ફ્લાઈટોના ભાડા પણ આસમાને જોવા મળી રહ્યા છે.
વર્લ્ડકપ ફાઇનલ મેચ અમદાવાદમાં હોવાથી અને ભારતની ટીમ ફાઈનલમાં રમે તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે વિવિધ શહેરોમાંથી અમદાવાદ આવતી ફ્લાઇટોના ભાડામાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ચંદીગઢ સહિતના વિવિધ શહેરોથી અમદાવાદનું ભાડામાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. આ વચ્ચે અમદાવાદથી પરત જવાના લોકોનો ધસારો ફ્લાઇટમાં વધુ હોવાને પગલે ડાયરેક્ટ અને વન સ્ટોપ ફ્લાઇટોના ભાડામાં તોતિંગ વધારો થયો છે.
જેમાં મુંબઈની ફ્લાઈટની ટિકિટ રૂ. 13થી 25 હજાર, દિલ્હીની ફ્લાઇટની ટિકિટ રૂ. 9,500થી 24 હજાર, બેંગલુરુની ફ્લાઈટની ટિકિટ 16થી 29 હજાર જ્યારે ચંદીગઢની ફ્લાઈટના ટિકિટ 18થી 21 હજાર જોવા મળ્યા છે. આ સાથે સવારે 6થી 12ના સમયમાં મુંબઈની ફ્લાઇટમાં ભાડું રૂ. 15,500થી 25 હજાર, દિલ્હીની ફ્લાઇટમાં ભાડું રૂ. 16થી 24 હજાર અને બેંગ્લુરુની ફ્લાઇટમાં ભાડું રૂ. 20થી 29 હજાર જેટલું જોવા મળી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500