Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Court Order : લગ્નની લાલચે સગીરાને ભગાડી દુષ્કર્મ કરનાર યુવકને 20 વર્ષની સખત કેદ

  • February 21, 2023 

બે વર્ષ પહેલાં પાડોશમાં રહેતી 17 વર્ષીય સગીરાને પ્રેમસંબંધમાં ફસાવીને લગ્નની લાલચે વાલીપણાના કબજામાંથી ભગાડી જઈને બળાત્કાર ગુજારનાર આરોપી યુવકને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવી આરોપીને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 25 હજાર દંડ ન ભરે તો વધુ 3 વર્ષની સાદી કેદની સજા ફટકારી ભોગ બનનારને 25 હજાર વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે. મળતી માહિતી મુજબ, રૃંઢ મગદલ્લા ખાતે હળપતિવાસમાં રહેતા 22 વર્ષીય આરોપી ગણેશ ઉર્ફે સાહિલ વિનોદ રાઠોડે તા.8/3/21નાં રોજ પોતાની પાડોશમાં રહેતી 17 વર્ષ 7 દિવસની વય ધરાવતી સગીરને પ્રેમસંબંધમાં ફસાવીને લગ્નની લાલચે પોતાની સાથે ભગાડી ગયો હતો.








ભરૂચમાં પોતાની ફોઈના ઘરે રાખી 15 દિવસ સુધી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે સગીરાના પિતાએ પ્રથમ પુત્રી ક્લાસીસમાં ગયા બાદ પરત ન ફરતા ઉમરા પોલીસમાં મીસીંગની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સગીર પુત્રીને ભગાડી જનાર આરોપી યુવક વિરુધ્ધ તપાસ બાદ પોક્સો એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે જેલભેગા કરેલા આરોપી ગણેશ ઉર્ફે સાહિલ રાઠોડ વિરુધ્ધની કેસ કાર્યવાહી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે ભોગ બનનાર અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હોઈ સ્વેચ્છાએ તેની સાથે ગઈ હોવાનો બચાવ લીધો હતો.








ફરિયાદીએ બનાવના પાંચ દિવસ બાદ કરેલી વિલંબિત ફરિયાદ અંગે ખુલાસો કર્યો ન હોવા અંગે, આરોપી તથા ભોગ બનનારના પિતા વચ્ચે અગાઉથી અદાવત હોઈ હાલમાં ખોટા આક્ષેપ કરતી ફરિયાદ કરી હોવાનો બચાવ લીધો હતો. જ્યારે સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 17 જેટલા સાક્ષીઓની જુબાની તથા દસ્તાવેજી પુરાવા રજૂ કરી જણાવ્યું હતું કે, ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ તેની નાદાનિયતનો ગેરફાયદો ઉઠાવી વાલીપણાની સંમતિ વિના ભગાડી જઈ 15 દિવસ પોતાની સાથે રાખી શરીર સંબંધ બાંધ્યા છે.







અલબત્ત બચાવપક્ષે ફરિયાદપક્ષના પુરાવાનો માત્ર ઈન્કાર કરવા સિવાય કોઈ ખાસ બચાવ રજુ કર્યો નહોતો. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષે સમગ્ર પુરાવો એક સાથે લક્ષમાં લઈને આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત સખત કેદ તથા દંડની સજા તથા ભોગ બનનારને વળતર ચુકવવા નિર્દેશ આપતો હુકમ કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, સમાજમાં બાળાઓ સુરક્ષિત રહી શકે તે જોવાની અદાલતની પવિત્ર ફરજ બની રહે છે કે સંજોગોમાં આરોપીને ઈપીકો 360નો લાભ મળી શકે નહીં


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application