તાપીમિત્ર ન્યુઝ,સુરત:ડિજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે વધી રહેલા ફ્રોડના કિસ્સા વચ્ચે શહેરના પીપલોદ વિસ્તારમાં રહેતી પરિણીતાને એટીએમ કાર્ડ અપડેટ કરવાના નામે બેંક ઓફ બરોડા માંથી બોલું છું એમ કહી ભેજાબાજે ઓટીપી નંબર મેળવ્યા બાદ એકાઉન્ટ માંથી રૂ.૨૪ હજારથી વધુની મત્તા ઉપાડી લીધાની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાઈ છે. એક તરફ સરકાર દ્વારા ડિજીટલ ઇન્ડિયાની વાત કરી રહી છે અને બીજી તરફ ઓનલાઇન અને સાયબર ક્રાઇમના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. આવો જ વધુ એક કિસ્સો ઉમરા પોલીસ મથકમાં નોંધાયો છે. પીપલોદના સારસ્વત નગર નજીક ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા સ્વાતિબેન અમૃતલાલ પટેલ પર ગત જુલાઇ મહિનામાં અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે સ્વાતિને કહ્યું હતું કે,હું બેંક ઓફ બરોડામાંથી બોલું છું અને તમારૂ એટીએમ કાર્ડ અપડેટ કરવાનુ છે એવું કહી વાતચીતમાં વિશ્વાસ કેળવ્યા બાદ સ્વાતિના મોબાઇલ પર ઓટીપી મેળવી લીધો હતો. ત્યાર બાદ સ્વાતિના બેંક ઓફ બરોડાના એકાઉન્ટ માંથી રોકડા રૂ.૨૪,૨૮૭ ની મત્તા ઉપાડી લીધી હતી. જેની જાણ બે દિવસ અગાઉ સ્વાતિને થતા તેણીએ આ અંગે ઉમરા પોલીસ મથકમાં ઉપરોકત મોબાઇલ નંબર ધારક વિરૂધ્ધ વિશ્વાસઘાત અને આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application