તાપીમિત્ર ન્યુઝ,સુરત:નાની બાળકીઓ સાથેના દુષ્કર્મના બનાવ બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો હોય તેમ ઉધના વિસ્તારમાં સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થિનીની છેડતી કરનાર રોમિયોને લોકોએ જાહેરમાં ફટકાર્યો હતો. રોમિયોને માર મારીને લોકોએ પોલીસને ઘટના સ્થળે બોલાવી લઈને આરોપીને પોલીસના હવાલે કર્યો હતો. ઉધના વિસ્તારમાં આવેલા જલારામનગર સ્થિત સ્કૂલમાં અભ્યાસ કરવા જતી વિદ્યાર્થિનીની એક રોમિયોએ છેડતી કરી હતી. આ અંગે સ્થાનિકોને જાણ થતાં જ લોકોએ રોમિયોને ઝડપી લીધો હતો. રોમિયોના શર્ટ ફાટી ગયો ત્યાં સુધી માર મારવાની સાથે પોલીસને ફોન કરીને લોકોએ ઘટના સ્થળે બોલાવી લીધી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આરોપીનો કબ્જો લઈને વધુ તપાસ હાથ ધરી હતી. ઉધના લિંબાયત વિસ્તારમાં થોડા દિવસો અગાઉ સ્કૂલમાં મુકવા જતી મહિલાની એક આધેડે છેડતી કરી હતી. મહિલાએ એક દિવસ પ્રતિકાર ન કર્યા બાદ ફરીથી છેડતી કરનાર આધેડને પોલીસ હવાલે કરાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application