તાપીમિત્ર ન્યુઝ,સુરત:ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલ ઓરસિયન્ટ બિલ્ડિંગમાં ફાયનાન્સની ઓફિસ ધરાવતા વેપારીને તેના જ કર્મચારીએ રૂ.૫.૭૦ લાખનો ચૂનો ચોપડી નાસી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.વેસુના નંદની એપાર્ટમેન્ટમાં મનોજકુમાર કમલિયા પરિવાર સાથે રહે છે અને ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલ ઓરસિયન્ટ નામની બિલિ્ેડંગમાં બીએમ ડખ્લ્યુ ફીન ઈનવેસ્ટ પ્રાઈવેટ લિમિટેડના નામે ફાયનાન્સની ઓફિસ ધરાવે છે. આ ઓફિસમાં જંખવાવ તાલુકાના મંદિર ફળિયા ખાતે રહેતો તિક વસાવા નોકરી કરતો હતો. કંપનીમાં નોકરી કરતા તિક વસાવાએ ૧૫ જેટલા ગ્રાહકોના લોનના હપ્તાના કુલ્લે રૂ.૫.૭૦ લાખ ઉઘરાવી લીધા બાદ કંપનીમાં જમા ન કરાવી લઈને નાસી છૂટ્યો હતો. બનાવ સંદર્ભે મનોજકુમારની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ફાયનાન્સ કંપનીના કર્મચારી તિક વસાવા વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application