તાપીમિત્ર ન્યુઝ,સુરત:ઘોડદોડ રોડના વેસ્ટ ફીલ્ડ નામની બિલ્ડિંગના બીજા માળે આવેલ ઓફિસના કર્મચારીએ મુંબઈના વેપારી પાસેથી રૂ.૨૬.૯૫ લાખની સોનાની ૪૬ જેટલી ચેઈનો લઈને નાસી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.મુંબઈના પરેલ ટેંક રોડ ઉપર આવેલ અભિનયનગરમાં વચનારામ દેવાશી પરિવાર સાથે રહે છે અને સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૧૬મી ડિસેમ્બરના રોજ સુરતના ઘોડદોડ રોડ ઉપર આવેલ વેસ્ટ ફીલ્ડ નામની બિલ્ડિંગના બીજા માળે ઓફિસ ધરાવતા કેતન શાહ સહિત બે ચીટરોએ વચના રામનો સંપર્ક કર્યો હતો. અને તેઓને સુરત બોલાવ્યા હતા. ત્યારબાદ આ બંને ચીટરોએ વેપારી કેતનભાઈ સાથે ૪૬ જેટલી સોનાની ચેઈનનો રૂ.૨૬.૯૫ લાખમાં સોદો કર્યા બાદ તેમની પાસેથી સોનાની ચેઈન લઈ લીધા બાદ પૈસા ન આપી નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે વચનારામ ભાઈની ફરિયાદના આધારે ઉમરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application