તાપીમિત્ર ન્યુઝ,સુરત:રિંગરોડ ખાતે આવેલી રાધાકિષ્ણા ટેક્ષટાઈલ માર્કેટના વેપારીને રાજસ્થાન અને ઉત્તરદેશના ચીટરોએ રૂ.૬.૬૩ લાખનો ચૂનો ચોપડ્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.અમરોલીની શ્રીગણેશ રેસિડન્સીમાં સંજયભાઈ ઓટલમલ રેવાણી પરિવાર સાથે રહે છે અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે.સંજયભાઈની રિંગરોડ ખાતે આવેલી રાધાકિષ્ણા ટેક્ષટાઈલ માર્કેટમાં કૃણાલ ફેશન પ્રાઈવેટ લિમિટેડના નામે દુકાન આવેલી છે. રાજસ્થાનના જયપુર ખાતે રહેતા મનિષ સ્વામી તેની પત્ની નિશા મનિષ સ્વામી, ઉતર દેશના વારાણસી ખાતે રહેતા સુનિલ રાજભર, અનુપ કેસરવાણી, પવન અગ્રહરી, આકાશ કેસરી અને અશોક ખેમકા નામના વેપારીઓએ અડાજણના પાલનપુર પાટીયા ખાતે આવેલ મંગલતીથ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશ મુલચંદાની નામના કાપડ દલાલ સાથે મળી વર્ષ ૨૦૧૫માં સંજયભાઈ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓને સમયસર પૈસા આપવાની બાંહેધરી આપી તેમની પાસેથી ઉધારીમાં રૂ.૬.૮૩ લાખની કિંમતનો કાપડનો જથ્થો ખરીદ્યો હતો. જાકે ચીટર ટોળકીએ સમયસર પૈસા આપવાની વાત કરવા છતાં પણ પૈસાની ચૂકવણી ન કરી નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે સંજયભાઈની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે આઠ ચીટરો સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application