તાપીમિત્ર ન્યુઝ,સુરત:મહિધરપુરાના લાલદરવાજા ખાતે આવેલ વિપી ભવનના ત્રીજા માળની સોનાના દાગીના બનાવવાની ફેકટરીમાં કામ કરતો મેનેજર લાખો રૂપિયાના દાગીના લઈ ગયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.કેનેડાના ઓનથળિયું ખાતે મોહમ્મદ અકરમ મોહમ્મદ કરજાદા પરિવાર સાથે રહે છે અને સોના બનાવવાની ફેકટરી ધરાવે છે. અને તેઓની સુરતના મહિધરપુરાના લાલદરવાજા ખાતે આવેલ વીપી ભવનમાં પણ એક ફેકટરી આવેલી છે. આ ફેકટરીમાં સાયણની નીલમનગર સોસાયટીમાં રહેતો અનિલ શર્મા નામનો યુવક મેનેજર તરીકે નોકરી કરતો હતો. ૫ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ અનિલને તકનો લાભ મળતા ફેકટરીમાંથી ૯૮૦ ગ્રામ સોનાની બિસ્કીટ અને ડાયમંડની વીટી સહિત લાખો રૂપિયાના સોનાના દાગીના લઈને નાસી છૂટ્યો હતો. બનાવ સંદર્ભે મોહમ્મદ ભાઈની ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસે ફેકટરીના મેનેજર વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application