તાપીમિત્ર ન્યુઝ,સુરત:દેશભરમાં ચીલઝડપની ઘટનાઓને અંજામ આપી તરખાટ મચાવનારી પશ્ચિમ બંગાળના જલપાઈ ગુડીની આંતરરાજ્ય ગ્લાવા ગેંગના બે સભ્યની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કાપોદ્રા વિસ્તારમાં વૃદ્ધના હાથ માંથી 5.36 લાખ રૂપિયાના ઘરેણાં સહિતની બેગ આંચકીને ચોરીની ઘટના બની હતી. આ સાથે જ લાલાગેટમાં મંદિરના કમ્પાઉન્ડમાંથી 2 લાખ રૂપિયાની ચોરીના બનાવામાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફૂટેજના આધારે વેસ્ટ બંગાળ પાસીંગની બાઈકનાં આધારે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.મહત્વનું છે કે,ચાર દિવસ અગાઉ સુરતના કાપોદ્રામાં આવેલી મમતા પાર્ક સોસાયટી-2 માં રહેતા રણછોડ જાદવ લખાણીએ ઘરની બહાર મોપેડ પાર્ક કરીને ડિક્કીમાંથી બેગ કાઢી હતી. ત્યારે એક બાઇક પર આવેલા બે બાઈકર્સ દ્વારા રણછોડના હાથમાંથી બેગની ચીલઝડપ કરવામાં આવી હતી. જે બેગની ચીલઝડપ થઈ હતી, તેમાં 5.36 લાખ રૂપિયાના ઘરેણાં હતા. સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી હતી. ઘટના અંગેના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા રણછોડ લખાણી જે સ્ટ્રોંગ રૂમમાં ઘરેણા લઈને પોતાના ઘરે આવે છે, તે દરમિયાન એક બાઈક સતત તેમનો પીછો કરે છે. જેનો નંબર ડબ્લ્યુબી હતો. જેને આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત પોલીસના હાથ ઝડપાયેલા બંન્ને તસ્કરો અને તેની ગેંગ દ્વારા દેશભરમાં 150થી વધુ ચોરીઓને અંજામ આપવામાં આવ્યો છે.આ ગેંગ બાઈક પર નીકળતી હતી.બે અને ચારની જોડીમાં નીકળીને તસ્કરો ચોરીને અંજામ આપતી હતી. એક સરખી મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી હોવાના લગભગ 30 ગુના આરોપીઓએ કબૂલ્યાં હતાં. જેમાં પટનામાં 4,કોલકાત્તામાં 2,વારાણસીમાં 2,આસામમાં 6, ગુજરાતમાં 15,દમણમાં 1 એમ કુલ મળી 30 જેટલી ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસે પશ્ચિમ બંગાળની પાસિંગ કરેલી બાઈક અને ચોરીનો 7.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application