તાપીમિત્ર ન્યુઝ,સુરત:પુણા બોમ્બે માર્કેટ રોડની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા કાપડ દલાલનો રૂ.૧૦ હજારની કિંમતનો મોબાઈલ ઝૂંટવી લેનાર આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.પુણા બોમ્બે માર્કેટ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા કાપડ દલાલ ઝવેરભાઈ રૂદાણી ૨ ઓકટોબરની રાત્રિના સુમારે કરંજ ખાતે આïવેલ સ્વામિનારાયણ મંદિરથી લક્ષ્મીનારાયણ સોસાયટી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી એક બાઈક ઉપર આવેલા બે ઈસમો પૈકી એકે ઝવેરભાઈના હાથમાં ઝાપટ મારી રૂ.૧૦ હજારની કિંમતનો મોબાઈલ આંચકી નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે કાપડ દલાલ જવેરભાઈની ફરિયાદના આધારે વરાછા પોલીસે મોબાઈલ સ્નેચિંગનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની પુછપરછ કરતા તેણે પોતાનું નામ નાનાવટ ખાતે આવેલ માર્વેલ એપાર્ટમેન્ટમાં રહેતો ઈરફાન ખાકસર હોવાનું જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application