Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

181 મહિલા હેલ્પલાઈન મહિલાની મદદે, પતિને સમજાવી મહિલાનું તૂટતું ઘર બચાવ્યું

  • September 05, 2023 

ભરૂચનાં અંકલેશ્વર તાલુકાનાં એક ગામમાં એક મહિલાએ પ્રેમલગ્ન કર્યા હોવા છતાં તેનો પતિ અન્ય મહિલા સાથે સંબંધ રાખતો હતો. જે અંગે પત્નીએ પતિને આવું ન કરવાનું કહેતા ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકવાનું કહેતા તેના સાસુ સસરાએ પણ પતિનો સાથ આપતા મહિલાએ 181 મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરતાં ટીમે પહોંચી સંસારી પક્ષ અને પતિને સમજાવી સમાધાન કરાવ્યું હતું. ઘરમાંથી બહાર કાઢી મૂકી પિયરમાં મોકલી આપવાની ધમકી આપતા હતા.



અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતા એક મહિલાના ચાર મહિના પહેલા જ પ્રેમલગ્ન કરીને પોતાની સાસરીમાં રહેવા આવ્યા હતાં. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે નિલમના પતિએ માનેલી બહેન રાખડી બાંધવા માટે ઘરે આવી હતી. આ બહેને મારી એક ફ્રેન્ડ તારો નંબર માંગે છે તેમ કહી તેનો સંપર્ક કરાવી આપ્યો હતો. આ વાતની જાણ નીલમને થતાં તેણે તેના પતિને લગ્નેતર સંબંધ નહિ રાખવાની વાત કરી હતી. જેથી અચાનક ઉશ્કેરાઈ ગયેલા નિલમના પતિએ તેની સાથે તકરાર કરી અપશબ્દો બોલ્યા હતા. આ સમયે તેના સાસુ સસરાએ પણ નિલમનો સાથ નહીં આપીને પુત્ર તરફી બોલી ઘરની બહાર કાઢી મૂકી પિયરમાં મોકલી આપવાની ધમકી આપી હતી.



જયારે લગ્નતેર સંબંધ રાખવો ગુનો બનતો હોવાની માહિતી આપી હતી આ અંગે મૂંઝવણમાં મુકાયેલી નિલમે 181 મહિલા હેલ્પલાઈન પાસે કોલ કરીને મદદ માંગી હતી. કોલ મળતા જ 181ની રેસ્કયુ ટીમ અને શી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી નિલમનું કાઉન્સીલિંગ કરી સમગ્ર માહિતી મેળવી હતી. ત્યાર બાદ ટીમે નિલમના પતિ અને સાસુ સસરાને આવી રીતે ધમકી નહીં આપવા અને વહુને તેમની પુત્રી માનવા સમજાવ્યા હતાં. જ્યારે તેના પતિને પત્ની હયાતીમાં અન્ય મહિલા સાથે લગ્નેતર સંબંધો રાખવો કાયદાકીય ગુનો બનતો હોય છે. જેથી હવે બીજી વખતે આવો બનાવ ન બને તે માટે સમજાવતા સાસરીપક્ષ તરફથી બાંહેધરી આપતા ટીમે પતિ-પત્નિ અને સાસરીપક્ષે સુખદ સમાધાન કરાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application