Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાર્લેપોઈન્ટના કાપડ વેપારી સાથે રૂ.૪૩.૫૨ લાખની ઠગાઈ  

  • December 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:પાર્લે પોઈન્ટના શિતલ એપાર્ટમેન્ટમાં રહેતા કાપડ વેપારીને ચીટરે રૂ. ૪૩.૫૨ લાખનો ચુનો ચોપડ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.પાર્લેપોઈન્ટના શિતલ એપાર્ટમેન્ટમાં સંતોષકુમાર માખરિયા પરિવાર સાથે રહે છે અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પુણાગામની મુક્તિધામ સોસાયટીમાં રહેતા અને પુણા સારોલી રોડ ઉપર આવેલ આરઆરટીએમ નામની માર્કેટમાં ક્રિષ્ના ગોપીના નામે કાપડનો વેપાર કરતા દિનેશ ડોલર નામના ચીટરે વર્ષ ૨૦૧૮માં કાપડ વેપારી સંતોષભાઈનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેઓને જણાવ્યું હતું કે,હું પુણા વિસ્તારનો કાપડનો બહુ મોટો વેપારી છું. તમે મારી સાથે વેપાર કરશો તો તમને વેપારમાં ઘણો એવો ફાયદો થશેતેવો વિશ્વાસ અને ભરોસો આપી સંતોષભાઈ પાસેથી ઉધારીમાં રૂ.૪૩.૫૨ લાખની કિંમતનો કાપડનો જથ્થો ખરીદ્યો હતો. જાકે આ ચીટરે સમયસર પૈસા આપવાની વાત કરવા છતાં પણ ચીટરે પૈસાની ચૂકવણી ન કરી પોતાની દુકાન બંધ કરી નાસી છૂટ્યો હતો. બનાવ સંદર્ભે સંતોષભાઈની ફરિયાદના આધારે પુણાગામ પોલીસે ચીટર દુકાનદાર દિનેશ ડોલર વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application