Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આધેડના ગળા માંથી રૂ.૪૫ હજારની ચેઈનની લૂંટ

  • December 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:પુણાગામની ઈન્ટરસિટી પાસેથી પસાર થઈ રહેલા એક આધેડના ગળામાં બાઈકર્સ ગેંગે ઝાપટ મારી રૂ.૪૫ હજારની કિંમતની સોનાની ચેઈનની લૂંટ ચલાવી નાસી છૂ્ટ્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.પુણાગામના ભૈયાનગર ખાતે આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં હરેશકુમાર કણવાલા પરિવાર સાથે રહે છે અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨૮મી ઓકટોબરની રાત્રિના સુમારે હરેશભાઈ પોતાની બાઈક લઈને પુણાગામની ઈન્ટરસીટી પાસે આવેલ ભારત પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી એક બાઈક ઉપર આવેલા બે ઈસમો પૈકી એકે હરેશભાઈના ગળામાં ઝાપટ મારી રૂ.૪૫ હજારની કિંમતની સોનાની ચેઈનની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે હરેશભાઈની ફરિયાદના આધારે પુણા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application