તાપીમિત્ર ન્યુઝ,સુરત:સલાબતપુરાની મોટી બેગમવાડી ખાતે આવેલ સાગર બિલ્ડિંગમાં કાપડનો વ્યવસાય કરતા વેપારીને પિતા પુત્ર સહિત ત્રણ ચીટરોએ દલાલ સાથે મળી રૂ.૨૭.૨૦ લાખનો ચૂનો ચોપડ્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.પુણાગામના ભૈયાનગર ખાતે આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં મહેન્દ્રસિંગ રાજપૂરોહિત પરિવાર સાથે રહે છે અને સલાબતપુરાની બેગમવાડી ખાતે આવેલ સાગર બિલ્ડિંગમાં કાપડનો વ્યવસાય કરે છે. રીંગરોડ ખાતે આવેલી રાધાકિષ્ણા ટેક્ષટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા વિક્રમસિંહ ચૌહાણ તેમનો પુત્ર દલવીરસિંહ ચૌહાણ તથા રિંગરોડ ખાતે આવેલ પન્ના માર્કેટમાં કાપડનો વેપાર કરતા નેનારામ પરિહારે, હરિષ લાલારામ પરિહાર નામના કાપડ દલાલ સાથે મળી વર્ષ ૨૦૧૬માં કાપડ વેપારી મહેન્દ્રસિંહ અને અછલારામ પ્રજાપતિ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ બંને વેપારીઓને સમયસર પૈસા આપવાની બાંહેધરી આપી તેમની પાસેથી ઉધારીમાં રૂ. ૨૭.૨૦ લાખની કિંમતનો કાપડનો જથ્થો ખરીદ્યો હતો. જાકે આ ચીટર ટોળકીએ પૈસા આપવાની વાત કરવા છતાં પણ પૈસાની ચૂકવણી ન કરી દુકાન બંધ કરી નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે મહેન્દ્રસિંગની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે પિતા પુત્ર સહિત ચાર ચીટરો સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application