તાપીમિત્ર ન્યુઝ,સુરત:ઉધના દરવાજા ખાતેના રોકડિયા હનુમાન મંદિર પાસેથી પતિ અને બાળકો સાથે બાઈક પર જઈ રહેલી મહિલાના ગળામાં બાઈકર્સ ગેંગે ઝાપટ મારી રૂ.૩૧ હજારની કિંમતની સોનાની ચેઈનની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.ઉધનાના ભાઠેના ખાતે આવેલ ઉષાનગરમાં રિતેષ રાણા પરિવાર સાથે રહે છે અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨૭મી નવેમ્બરની રાત્રિના સુમારે રિતેષભાઈ પોતાની પત્ની ભૂમિકા અને બે બાળકો સાથે બાઈક ઉપર ઉધના દરવાજા ખાતેના રોકડીયા હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન પાછળથી એક બાઈક ઉપર આવેલા બે ઈસમો પૈકી એકે ભૂમિકાબેનના ગળામાં ઝાપટ મારી રૂ.૩૧ હજારની કિંમતની સોનાની ચેઈનની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે ભૂમિકાબેનની ફરિયાદના આધારે ઉધના પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application