Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્કૂલમાં જૂનિયર કેજીની વિદ્યાર્થિનીને શિક્ષિકાએ સોટીથી ફટકારી હોવાના પરિવારના આક્ષેપ

  • December 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:ઉન વિસ્તારમાં આવેલી અલ બરક્ત પબ્લિક સ્કૂલમાં જુનિયર કેજીની બાળકીને પનીશમેન્ટ અપાઈ હતી. પનીશમેન્ટ બાદ બાળકીના વાલીઓ સિવિલ હોસ્પિટલમાં બાળકીને લઈને સારવાર માટે દોડી આવ્યા હતા જ્યાં તેમણે સ્કૂલની શિક્ષિકા દ્વારા માર મરાયો હોવાના આક્ષેપ કર્યા હતાં. આ અંગે સ્કૂલના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કેસામાન્ય પનીશમેન્ટનો મુદ્દો બનાવી સ્કૂલને હેરાન કરવા માટે પનીશમેન્ટના બીજા દિવસે વાલીઓએ પણ સ્કૂલમાં ઘુસી હોબાળો કરી માર માર્યો હતો. ઉન વિસ્તારમાં આવેલી અલ બરક્ત પબ્લિક સ્કૂલમાં જુનિયર કેજીમાં પાંચ વર્ષીય અકસા અભ્યાસ કરે છે.ક્લાસમાં બાળકોએ તોફાન કર્યા હોવાથી ટીચર દ્વારા તમામ બાળકોને સજા આપવામાં આવી હતી. બાળકીના વાલીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કેબાળકી તે દિવસે કોઈ તોફાન ન કરતી હોવા છતાં રોષ રાખીને માર મારવામાં આવ્યો હતો. ઘરે ન કહેવાની ધમકી પણ આપવામાં આવી હતી. સોમવારે સવારે માતા શિક્ષિકાની ફરિયાદ કરવા જતાં માસૂમ બાળકીને ઉઠક બેઠક કરાવાઈ હોવાનું બાળકીની માતા હરૂનનીશા આસિફ શેખએ વધુમાં ઉમેર્યું હતું કે,બાળકીના હાથ પર સોટી મારવામાં આવતા જમણા હાથની હથેળી પર લીલાશ આવી જતાં પરિવાર ચિંતિત થઈ ગયું છે. જ્યારે ઉઠક બેઠક કરાવતા બન્ને પગ મસલ્સ જામ થઈ ગયા છે. જેથી બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતાં. સ્કૂલના ટ્રસ્ટી નબીખાન ઈસ્લામ પઠાણએ જણાવ્યું હતું કેઅમે આ મુદ્દે કેમેરા ચેક કર્યા જેમાં ક્યાંય માર માર્યાનું દેખાતું નથી માત્ર પનિશમેન્ટ માટે ઉઠક બેઠક કરાવી હતી. પરમદિવસની આ ઘટના છે અમારા શિક્ષકોએ માર નથી માર્યો જો કે બીજા દિવસે એટલે કે બુધવારે બાળકીના વાલી અને તેમની સાથે અન્ય લોકો આવ્યાં હતાં. બાળકીના વાલીઓએ હોબાળો કરવાની સાથે સાથે શિક્ષિકા પર હાથ ઉપાડ્યાં હતાં. માર મારવાના મુદ્દે ખોટી હેરાનગતિ કરવામાં આવા મુદ્દા ઉછાળવામાં આવતાં હોય તેમ લાગે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application