તાપીમિત્ર ન્યુઝ,સુરત:મગદલ્લામાં તાપી નદીના તટ પાસે આવેલી જમીન રમતગ ગમત તથા સામાજિક - સાંસ્કૃતિક પ્રવૃતિ માટેની જમીનની જગ્યાએ આગામી સમયમાં બનનારા રસ્તા અને આવાસના વિરોધમાં ગામ લોકોએ વિરોધ નોંધાવતાં ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ગામ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.મગદલ્લા ગામની તાપી નદીના તટ પાસે આવેલી બે હેક્ટર જમીન રમત ગમતનાં મેદાન તરીકે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. મગદલ્લાની સાથે આસપાસમાં આવેલા ગામના લોકો પણ આ મેદાનનો લાભ લે છે. જેના કારણે રણજી સુધી ખેલાડીઓ પહોંચી શક્યાં છે. જો કે પાલિકા દ્વારા ટીપી સ્કિમમાં રમતગમતના મેદાન પરથી સૂચિત રસ્તો પસાર કરેલ છે. જેને લઈને મેદાનના ટુકડા થઈ જાય તેમ છે. જેથી રસ્તાને રદ્દ કરવાની માંગ કરાઈ છે. સાથે આવાસમાં પણ જમીન જતી હોવાની વાત ગામ લોકોએ કરી હતી. આગામી સમયમાં મેદાનની જમીનને બચાવવા માટે યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આસપાસના ગામોના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application