તાપીમિત્ર ન્યુઝ,સુરત:સચીન હોજીવાલા રોડ નં-૬ પર આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નિકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાના કારણે ગોડાઉનની આસપાસની દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જેને લઇને ફાયર બ્રિગેડની ટીમો ૧૦થી વધુ ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગના કારણે ગોડાઉન સહિતનો દુકાનોનો માલ બળીને ખાખ થઇ ગયો હતો. સચીન હોજીવાલા રોડ નંબર-૬ પર આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ૧૦થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હાલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભંગારના ગોડાઉનમાં પૂંઠા અને પ્લાયવૂડના કારણે આગે વિકરાણ રૂપ ધારણ કરી લીધું છે. ગોડાઉનની આસપાસમાં આવેલી દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ છે. ભંગારના ગોડાઉનમાં ભીષણ આગના પગલે આસપાસમાં આવેલી દુકાનો ખાલી કરાવી દેવામાં આવી હતી. જોકે, આ આગના પગલે હાલ કોઈ જાનહાનિ ન સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર ઓફિસર પાટીલે જણાવ્યું હતું કે, પતરાના શેડવાળું ગોડાઉન સળગતા પ્લાયવૂડ અને ભંગાર પણ હોવાથી આગને કંટ્રોલમાં કરવી ખૂબ જ મુશ્કેલી સર્જાઈ રહી છે. લગભગ આઠથી દસ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવે તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. હાલ સુરતની પણ ફાયર ફાયટરની ટીમ અને ખાનગી જેસીબી મંગાવવામાં આવ્યા હતા.હાલ ઘટના સ્થળે ૧૦થી વધુ ફાયરની ગાડીઓ આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application