Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોવિડ-૧૯ ના કારણે માતા-બાળમરણ અટકાવવા હેતુસર જિલ્લામાં ૧૬૮૨ સગર્ભા બહેનોને વેકિસનેશન અપાઇ

  • August 11, 2021 

કોરના વાયરસ સામે લડવા કોવિડ-૧૯ રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે, ત્યારે રાજય સરકારશ્રી તરફથી મળેલ માર્ગદર્શિકા મુજબ સગર્ભા બહેનોને રસીકરણ ઝુંબેશમાં આવરી લેવામાં આવતા આજદિન સુધી ઇ-મમતામાં નોંધાયેલા કુલ-૬૩૮૬ સગર્ભા બહેનો પૈકી ૧૬૮૨ સગર્ભા બહેનોને કોવિડ રસીકરણથી આવરી લેવામાં આવ્યા છે. આમ ૨૭ ટકા જેટલી સગર્ભા સ્ત્રીઓને રસીકરણ કરી નોîધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. જિલ્લાની નોîધાયેલી તમામ સગર્ભા બહેનોને કોવિડ વેકસિનેશન હેઠળ આવરી લેવામાં આવે અને કામગીરી વેગવંતી બનાવી શકાય તે હેતુસર જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલો કે જયાં પ્રસૃતિની સેવાઓ આપવામાં આવે છે તેવી તમામ હોસ્પિટલો ખાતે સગર્ભા બહેનોને કોવિડ-૧૯ ની રસીકરણ માટે આરોગ્ય શિક્ષણ આપતા વિવિધ પ્રકારના પોસ્ટરો લગાડી જનજાગૃતિ કેળવવામાં આવી રહી છે.

 

 

 

 

કોવિડ-૧૯ ના કારણે માતા મરણ અને બાળમરણ અટકાવવાના પ્રયાસ હેઠળ જિલ્લાની તમામ સગર્ભા બહેનો રસીકરણ કેન્દ્ર ખાતે જઇ કોઇપણ જાતનો ડર, સંકોચ રાખ્યા વિના રસીકરણ કરાવવા નવસારી જિલ્લાના પ્રજાજનોને જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application