તાપીમિત્ર ન્યુઝ,સુરત: વરાછા ફુલ માર્કેટમાં ખરીદી કરવા માટે ગયેલા બે વ્યકિતઓના ખિસ્સામાંથી ભીડનો લાભ લઇ તસ્કરોએ રૂ.૩૩,૫૦૦ના બે મોબાઇલ ફોન ચોરી કરી ભાગી છુટ્યા હતા. અમરોલી કોસાડ ગામના લુહાર ફળિયામાં રહેતા હેમંતભાઇ મહેશભાઇ મહારાજ ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.૨૫મી ઓકટોબરના રોજ સવારના સમયે વરાછા ફુલ માર્કેટમાં ખરીદી માટે ગયા હતા. તે દરમ્યાન બજારમાં ભીડ હોવાના કારણે પીક પોકેટરોએ લાભ લઇ તેમના ખિસ્સામાંથી રૂ.૨૫,૫૦૦નો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. આ ઉપરાંત માર્કેટમાં અનિલભાઇ રાજપુરા નામના યુવકના ખિસ્સામાંથી પણ મોબાઇલ ફોન ચોરાયો હોવાનું સામે આવ્યુ હતુ. આમ તસ્કરો કુલ રૂ.૩૩,૫૦૦ના બે મોબાઇલ ફોન ચોરી ગયા હતા. આ બનાવ સંદર્ભે હેમંતભાઇએ વરાછા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application