તાપીમિત્ર ન્યુઝ,સુરત: ડુમસ દરીયામાં એક મહિલા તણાઇ જતાં સ્થાનિક નાવિકોએ તેને બચાવીને ૧૦૮ મારફતે સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પુત્ર દ્વારા થયેલા અન્યાયના પગલે વૃધ્ધ માતા રડી પડી હોવાનું જાણવા મળ્યુ છે. ડુમસ દરિયા ગણેશ નજીક સવા અગિયાર વાગ્યા નજીક એક મહિલા તણાઈ રહી હતી. વૃધ્ધ મહિલાને બચાવવા સ્થાનિક નાવિકો મદદે દોડી આવ્યાં હતાં. જેમણે મહિલાને બહાર કાઢીને પોલીસને અને ૧૦૮ને જાણ કરી હતી. પોલીસ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. જ્યાં મહિલાએ દીકરા અને ગામના નામ જ માત્ર બોલીને રડી પડી હતી. હાલ પોલીસે વૃધ્ધાના પરિવારની શોધખોળ આદરી છે. ડુમસના દરિયા કિનારેથી મળી આવેલા વૃધ્ધાએ પોતાનું નામ ગંગુબાઈ નાગરે અને પુત્રનું આશારામ જણાવ્યું હતું જ્યારે ગામનું નામ ગંધારી ગામ હોવાનું કહ્યાં બાદ રડી પડ્યા અને મૌન સેવ્યું હતું. મહિલા ડુમસમાં પ્રવાસીઓ પાસેથી ભીખ માંગીને દયનિય સ્થિતીમાં જીવન જીવતી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. પરિવાર અંગ પુછપરછમાં વૃધ્ધા રડી પડ્યાં હતાં. બાદમાં હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application