Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વતનની વાટે જતા મુસાફરોએ રેલવેને બે કરોડ અને એસટીને ૫૦ લાખની કમાણી કરાવી

  • October 26, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત: દિવાળીનું વેકેશન પડતાં જ સુરતમાં સ્થાયી થયેલા પરપ્રાંતિયો વતનની વાટે નીકળી પડ્યાં છે. શહેરમાં મંદિનો સામનો કરી રહેલા લોકો વતન જવા એસટી અને રેલવેમાં જઈ રહ્યાં છે. એસટી દ્વારા ૧૨૦૦ બસો એકસ્ટ્રા દોડાવવામાં આવી રહી છે જ્યારે રેલવે દ્વારા ખાસ કોઈ ફેરફાર કરાયો નથી તેમ થતાં રેલવેની રોજિંદી આવક ૨ કરોડને આંબી ગઈ છે જ્યારે એસટી તંત્રને ચારેક દિવસમાં જ ૫૦ લાખની આવક થઈ છે. રોજ ૧ કરોડ રૂપિયાથી વધુ આવક રેલવેને રળી આપતા પિમ રેલવેના મહત્વના સ્ટેશનો પૈકીના સુરત રેલવે સ્ટેશને મુસાફરોનું કીડીયાળુ ઉભરાય રહ્યું છે જેનો સીધો ફાયદો રેલવેની તિજોરીને થઈ રહ્યો છે. સામાન્ય દિવસોમાં સુરત રેલવે સ્ટેશનની રોજની આવક અંદાજે સવા કરોડ જેટલી છે જે દિવાળીના દિવસો દરમિયાન વધીને ૨ કરોડ થઈ ગઈ છે. વર્ષે દહાડે સુરત રેલવે સ્ટેશને ૩૫૦ કરોડથી વધુની આવક કરે છે જે પ. રેલવેના કેટલાક ડિવિઝન આખાની આવક કરતા વધુ છે.આગામી ૨ દિવસો સુધી સુરત રેલવે સ્ટેશન રોજિંદી ૨ કરોડ જેટલી આવક પ. રેલવેને રળી આપશે.સુરત રેલવે સ્ટેશને હાલ ૧ લાખથી વધુ મુસાફરોની અવરજવર નોંધાય રહી છે. દિવાળી નિમિતે એસટી દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અલગ અલગ ગંતવ્યો માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે. બુધવારે સુરતથી એસટીની બસોએ ૨૯૧ ટ્રીપ મારી હતી અને ૩૬ લાખથી વધુની આવક રળી લીધી હતી.૧૫ હજાર લોકએ અગિયારસના દિવસે વતનની વાટ પકડી હતી જયારે મંગળવારે ૫૦૦૦ મુસાફરો વતન ભણી ઉપડ્યા હતા.અત્યાર સુધી એસટીને સુરતથી અલગ અલગ ગંતવ્યોના ઓપરેશનમાંથી ૫૧ લાખથી વધુની આવક થઇ ચુકી છે. ધન તેરસના દિવસે પણ હજારો લોકો એસટી બસમાં માદરે વતન ઉપડ્યા હતા.એસટી દ્વારા અત્યાર સુધીમાં ૪૨૮ ટ્રીપ થકી ૨૧૦૦૦ મુસાફરોને પોતાના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા છે અને આગામી બે દિવસમાં પણ એસટી બસ મારફતે હજારો લોકો ગુજરાતના અલગ અલગ શહેરો ભણી અને ગામો ભણી ઉપડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application