તાપીમિત્ર ન્યુઝ,સુરત:રવિવારના રોજ કાપોદ્રાના યુવકનું ડેન્ગ્યૂથી મોત બાદ મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલી પાંડેસરાની મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાના મોતના પગલે પરિવારજનો દ્વારા તબીબોની બેદરકારીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ડેન્ગ્યૂના કેસોમાં વધારાને લઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા ઉમીયા નગરમાં ૨૯ વર્ષીય ડિમ્પલબેન પ્રદિપભાઈ દુબે પરિવાર સાથે રહેતી હતી. તેને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. પતિ રેલવેમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતી વાઈફાઈ કંપનીનો કર્મચારી છે. ગત ૨૦મીના રોજ ડેન્ગ્યૂના કારણે ડિમ્પલને સારવાર અર્થે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે ૧૧ કલાકે બોટલ ચડાવી સારવાર શરૂ કરવામાં આવી હતી. વતનમાં મહિલાના અંતિમ સંસ્કાર થશે મૃતક મહિલાના પતિએ જણાવ્યું હતું કે, ૨૧મીના રોજ તબિયત વધુ લથડતા અને માસિક ધર્મ શરૂ થઈ જતા ડોક્ટરને જાણ કરવામાં આવી હતી. જેથી ડોક્ટરે ઓપીડી ૨૦માં મોકલી આપ્યા હતા. જ્યાંથી ડોક્ટરે ગાયનેક વોર્ડમાં લઈ જવાનું કહ્યું હતું. દરમિયાન થોડા સમય બાદ ડિમ્પલબેનને આઈસીયુમાં દાખલ કરી નોર્મલ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. દરમિયાન ગત રાત્રે તબિયત ખરાબ હોવાનું જણાવી ડોક્ટરોએ જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ ૧૦.૫૦ કલાકે ડિમ્પલને મૃત જાહેર કરી દીધી હતી. ડિમ્પલનું મોત તબીબોની બેદરકારીથી થયું છે. હાલ તો ડિમ્પલના મૃતદેહને લઈને યુપી વતન જવા નીકળી ગયા છીએ. જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઓક્ટોબર ૧૨ના રોજ ખટોદરા જે.પી. નગર ખાતે રહેતો ૨૫ વર્ષિય કિશન મહેશ પટેલ ડેન્ગ્યૂમાં સપડાયા બાદ બ્રેન ડેડ જાહરે કરાયો હતો. જ્યારે ગત રવિવારના રોજ કાપોદ્રા વિસ્તારમાં આવેલી રચના સોસાયટીમાં રહેતા યુવકનું ડેન્ગ્યૂથી મોત નીપજ્યું હતું. દરમિયાન મોડી રાત્રે મહિલાનું ડેન્ગ્યૂના કારણે મોત થયું છે. જોકે, પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી પ્રદિપ ઉમરીગરે જણાવ્યું હતું કે, મોત ડેન્ગ્યૂથી થયા હોવાનો રિપોર્ટ આવવાનો બાકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application