સુરત:દિવાળી ટાણે જ ઓનલાઈન સામાન વેચતી ફ્લીપકાર્ટના પાર્સલ ડીલીવરી માટે લઇ નવસારી જવા નીકળેલો ટેમ્પો ચાલક બે ડીલીવરી બોયને રસ્તામાં ઉતારી રૂ.૩.૪૧ લાખના ૨૨ પાર્સલ પૈકી રૂ.૧.૨૨ લાખના ૮ પાર્સલ ચોરી ટેમ્પો ભેસ્તાન આવાસ નજીક બિનવારસી છોડી ફરાર થઈ ગયો હતો. સુરતના ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતો ૩૧ વર્ષીય યુનીશ હાજી સલીમ શેખ ઉધના ભાઠેના-૨ ખાતે તગાડીવાલા કંપાઉન્ડમાં ઓનલાઈન સામાન વેચતી ફ્લીપકાર્ટના સામાનની ડીલીવરીનું કામ કરતી એઆઇએમ લોજીસ્ટીકમાં નોકરી કરે છે. તેમાં જ કેશિયર તરીકે કામ કરતા સૈયદ ઝુબેરને ગત ૪ તારીખથી પરિચિત ટેમ્પો ચાલક ઉધના કલ્યાણ કુટીરમાં રહેતો આનંદ ઉર્ફે દિવ્યાંશુનંદ રાજકિશોર પ્રસાદને સતત ફોન કરી કામ હોય તો આપવા કહેતો હતો. દરમ્યાન ગત સાતમીની સવારે રૂ.૩.૪૦ લાખની મત્તાના ફ્રીઝ , ટી.વી ,સ્પીકર , મેટ્રેસ , એ.સી , સ્વાઈપ મશીન વિગેરેના ૨૨ નંગ પાર્સલ નવસારી તાત્કાલિક મોકલવાના હોય આનંદને ફોન કરતા તે ટેમ્પો લઇ આવ્યો હતો.તમામ પાર્સલ ટેમ્પોમાં ભરી આંનદ બે ડીલીવરી બોય સંદીપ અને જીતેન્દ્ર સાથે નવસારી ડીલીવરી આપવા નીકળ્યો હતી. રસ્તામાં સવા દશ વાગ્યાના અરસામાં ઉધના અમાન સોસાયટી નજીક આનંદે બંને ડીલીવરી બોયને નાસ્તો કરવાનું કહી નીચે ઉતાર્યા હતા અને સ્પેર વ્હીલ લઇ આવું છું તેમ કહી ગાયબ થઇ ગયો હતો. ઘણા સમય સુધી તે પરત ન ફરતા બંને ડીલીવરી બોય ઓફિસે પહોંચ્યા હતા અને બનાવની જાણ કરતાં આનંદની શોધખોળ કરવામાં આવી હતી. તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ હતો. દરમિયાન, બે દિવસ બાદ આનંદ જે ટેમ્પોમાં પાર્સલ લઇ નીકળ્યો હતો તે ટેમ્પો ભેસ્તાન આવાસ પાસેથી ડીંડોલી પોલીસને બિનવારસી મળી આવ્યો હતો અને તેમાં ૧૪ પાર્સલ હતા. રૂ.૧.૨૨ લાખની મત્તાના ટી.વી., એ.સી., સ્વાઈપ મશીન સાથેના ૮ પાર્સલની ચોરી કરી ફરાર થઇ ગયેલા ટેમ્પો ચાલક આનંદ વિરુદ્ધ યુનીશ શેખે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application