Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘોડદોડ રોડ વેસ્ટ ફિલ્ડ શોપીંગ કોમ્પલેક્ષમાં વર્ક પરમીટના નામે લાખોની ઠગાઇ

  • October 21, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે ની કહેવતને સાર્થક કરતો બનાવ ઉમરા પોલીસ મથકમાં નોધાયો છે. સિંગાપુર, મકાઉમાં સારી નોકરી અપાવવાના બહાને વર્ક પરમીટના નામ પર બે સુરતી અને ૩ પંજાબીઓએ એકબીજાની મદદગારીથી ૧૭ જેટલાં વિધ્યાર્થીઓ પાસેથી કુલ રૂ.૬૧.૯૦ લાખ પડાવી લીધી બાદ ઓફીસ બંધ કરી ભાગી છુટ્યા હતા. પાલનપુર રોડ સ્થિત રાજહંસ ઓટોમાં રહેતા વર્ષાબેન અજયભાઇ ગુલવાની ઘોડદોડ રોડ વેસ્ટ ફિલ્ડ શોપીંગ સેન્ટરમાં ફોરેન જવા ઇચ્છતા લોકોને ઇંગ્લીશ શીખવવાના કલાસીસ ચલાવે છે. અને તેઓને પરીક્ષા આપવા માટેની તૈયારીઓ પણ કરાવે છે. આ જ કોમ્પલેક્ષમાં વરાછા હરીધામ નગરમાં રહેતો મેહુલ વિનોદરાય રોજીવાડીયા અને કામરેજ શાંતિનગર સોસાયટીમાં રહેતો મિલાપ પ્રવિણ મેદપરા નામના બે ઠગબાજા વર્ક પરમીટ પર લોકોને વિદેશ મોકલવા માટેની લોભામણી જાહેરાતો લઇને બેઠા હતા. તે દરમ્યાન વર્ષાબેને બંનેનો સંપર્ક કરી તેમને ત્યાં અભ્યાસ કરતા ૧૭ વિધ્યાર્થીઓને વર્ક પરમીટ પર સિંગાપોર , મકાઉ ખાતે નોકરી અપાવવા માટેની વાત કરી હતી. બંને જણાંએ તમામને વર્ક પરમીટ પર નોકરી મળી જશે તેવી બાંહેધરી આપી કામકાજ શરૂ કરવા માટે રૂ.૫.૫૦ લાખ લીધા હતા. ત્યાર પછી બંને જણાંએ વર્ષાબેનની મુલાકાત પંજાબ મોહાલી સ્થિત સાંઇ ઓવરસીસમાં રહેતી જસ્નુરબેન રાહુલ સન્ધુ અને પંજાબ ચંદીગઢના પીપલીવાલા ટાઉનમાં રહેતો રાજેશ ઉર્ફે રાજ સાથે મુલાકાત કરાવી હતી. આ ચારેય જણાંએ વર્ક પરમીટ થકી મકાઉ અને સિંગાપુર ખાતે નોકરી મળી જશે તેવી બાંહેધરી આપી વર્ષાબેનનો વિશ્વાસ કેળવ્યો હતો. વર્ષાબેનના વિશ્વાસ પર ૧૭ વિધ્યાર્થીઓએ ચારેય જણાંને રૂ.૬૧.૯૦ લાખ આપી દીધા હતા. પરંતુ સમયસર વિઝા અને વર્ક પરમીટ ન આવતા વર્ષાબેને ઓફીસે જઇ ઉઘરાણી કરી હતી. પરંતુ હજુ કામ પ્રોસેસમાં છે તેમ કહી વર્ષાબેનને ખોટા વાયદાઓ કર્યા હતા. ત્યારબાદ એકાએક ઓફીસ બંધ કરીને ચારેય જણાં પલાયન થઇ ગયા હતા. પોતાની સાથે ચારેય જણાંએ વિશ્વાસઘાત કર્યો હોવાનું ભાન થતાં વર્ષાબેને ઉમરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application