તાપીમિત્ર ન્યુઝ,સુરત:અલથાણ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પેલેસમાં સવારના સમયે પતિ-પત્નીએ સામૂહિક રીતે આપઘાત કરી લીધો હતો. પતિ પત્નીના ગળે ફાંસો ખાધેલી હાતલમાં મળી આવ્યાં હતાં. જેથી આ અંગ સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. અલથાણ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પેલેસમાં ભરતભાઇ બાબુભાઇ પટેલ અને તેમની પત્ની પલ્લવી પટેલ રહેતા હતા. ભરતભાઇ પટેલ અને તેમની પત્ની પલ્લવીબેન પટેલના એકના એક દીકરા પ્રેમનું ૨૨ વર્ષની વયે બ્લડ કેન્સરના કારણે ચાર મહિના અગાઉ ૧૮મી જૂનના રોજ અવસાન થયું હતું. દીકરાના મોત બાદ એકલવાયું જીવન જીવતા પતિ પત્ની ભારે તણાવમાં રહેતા હતાં. તણાવમાં ગરક થયેલા પતિ પત્નીએ શુક્રવારે સવારે પોતાના ઘરમાં ફાંસો ખાઇ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સ્થાનિકોને જાણ થતાં તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બન્નેના મૃતદેહો નીચે ઉતાર્યા હતાં. બાદમાં પોલીસે તપાસ કરતાં એક સુસાઈડ નોટ મળી હતી. સુસાઈડ નોટમાં મૃતકોએ પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું તથા દીકરાના મોત બાદ એકલતા અનુભવતા હોવાનું અને મોત બાદ અંગદાન કરી દેવાનો ઉલ્લેખ પણ સુસાઈડ નોટમાં મળી આવ્યો છે. તાલુકો જિલ્લો પાટણના ગજા ગામના વતની ભરતભાઈ બાબુલાલ પટેલ ભટાર સર્વોદય સ્કૂલ સામે જવેલરી શોપ ચલાવતા હતાં. દીકરાને ફેસબુક પર શ્રધ્ધાંજલિ આપીને આત્મહત્યા કરી લીધી હતી.મંદિના કારણે છેલ્લા એકાદ વર્ષથી જ્વેલરીની શોપ બંધ રાખતાં હતાં. ભરતભાઈએ આપઘાત કરતાં અગાઉ દીકરાને ફેસબુકમાં શ્રધ્ધાંજલિ આપી હતી. દીકરાના ફોટો પર ચોથી માસિક પુણ્યતિથીએ શ્રધ્ધાંજલિ એવું લખ્યું હતું. દીકરાનું મોત ૧૮મી જૂન અને પિતા અને માતાએ પણ રાત્રિના એક વાગ્યે પોસ્ટ કર્યા બાદ આપઘાત કરી લીધો હતો.
high light-પોલીસને સ્યુસાઇડ નોટ મળી ; પુત્રના મોતના આઘાતમાં આ પગલું ભર્યુ
high light-ફેસબુક પર પુત્રને શ્રધ્ધાંજલી આપીને પતિ - પત્નીએ ફાંસો ખાધો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application