તાપીમિત્ર ન્યુઝ,સુરત:વરાછા તક્ષશીલા શોપીંગ સેન્ટરમાં આવેલી બે બંધ દુકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા. દુકાનમાંથી તસ્કરો રૂ.૫,૫૦૦ની મત્તા ચોરી કરી ભાગી છુટ્યા હતા. વરાછા મિનીબજાર સ્થિત ઝવેરચંદ મેઘાણી ગાર્ડનની પાસે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા નિકુંજભાઇ પ્રવિણભાઇ કાનાણી વરાછા તક્ષશીલા શોપીંગ સેન્ટરમાં દુકાન ધરાવે છે. તા.૧૬મી ઓકટોબરના રોજ રાત્રિના સમયે તસ્કરો તક્ષશીલા શોપીંગ સેન્ટરમાં ત્રાટકયા હતા. નિકુંજભાઇની દુકાન સહિત બાજુમાં આવેલી મેહુલભાઇ રવજીભાઇ શીતરીયાની દુકાનને પણ ટારગેટ કરી ત્રાટકયા હતા. બંને દુકાનના શટરના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બંને દુકાનમાંથી કુલ રૂ.૫,૫૦૦ની મત્તા ચોરી કરી તસ્કરો ભાગી છુટ્યા હતા. આ બનાવ સંદર્ભે સવારે નિકુંજભાઇ અને મેહુલભાઇને જાણ થતાં વરાછા પોલીસને બોલાવી હતી. પોલીસે નિકુંજભાઇની ફરીયાદના આધારે ગુનો નોધી સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે તસ્કરોના ફુટેજા મળી આવ્યા હતા. પોલીસે ફુટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application