તાપીમિત્ર ન્યુઝ,સુરત:લિંબાયત શિવાજીનગરમાં આવેલી એક બંધ મોબાઇલની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. દુકાનનું શટર વચ્ચેથી ઉંચુ કરી અંદર પ્રવેશ કર્યા બાદ તસ્કરોએ રોકડા રૂ.૪૦ હજાર અને ૧૫ મોબાઇલ મળી કુલ રૂ.૨.૩૪ લાખથી વધુની મત્તા ચોરી કરી ભાગી છુટ્યા હતા. રાજસ્થાન ઝાલોર જીલ્લાના રાણીવાડા તાલુકાના ભીનમાલ ગામના વતની અને હાલ લિંબાયત મેઇન રોડ મહાપ્રભુનગરમાં રહેતા રાજુલાલ સાવલાજીત રાજપુરોહીત લિંબાયત શિવાજીનગરમાં મોબાઇલ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન ધરાવે છે. તા.૧૬મી ઓકટોબરના રોજ રાત્રિના સમયે તસ્કરો તેમની દુકાનમાં ત્રાટકયા હતા. કોઇ સાધન વડે દુકાનનું શટર વચ્ચેથી ઉંચુ કરી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાંથી રોકડા રૂ.૪૦ હજાર અને જુદી જુદી કંપનીના ૧૫ મોબાઇલ મળી કુલ રૂ.૨.૩૪ લાખથી વધુની મત્તા ચોરી કરી ભાગી છુટ્યા હતા. આ અંગે રાજુભાઇને સવારે દુકાને આવ્યા બાદ જાણ થતાં લિંબાયત પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application