તાપીમિત્ર ન્યુઝ,સુરત:ગોપીપુરા ચૌટાબજાર ખાતે આવેલા એક જવેલર્સમાં ખરીદી કરવાના બહાને દિલ્હીનો ઠગબાજ આવ્યો હતો. દુકાનમાંથી રૂ.૪.૬૭ લાખના દાગીના ખરીદ્યા બાદ ઓનલાઇન પેમેન્ટ કરવાના બહાને ફ્રોડ મેસેજ કર્યો હતો. વેપારીએ માની લીધુ કે પૈસા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા છે. પરંતુ બેકમાં એન્ટ્રી ચેક કરતાં પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનું ભાન થયું હતુ. પ.બંગાળના હુગલી જીલ્લાના પાંડવા તાલુકાના પાયરા ગામના વતની અને હાલ ગોપીપુરા ટી.એન્ડ.ટી.વી. સાર્વજનિક સ્કુલની સામે અન્નપુર્ણા ભવનમાં રહેતા તાપસકુમાર બ્રિજેન્દ્રનાથ અદક ગોપીપુરા ચૌટબજાર ખાતે અન્નપુર્ણા જવેલર્સ નામની દુકાન ધરાવે છે. એક મહિના પહેલાં તેમની દુકાને એક યુવક દાગીના ખરીદવા માટે આવ્યો હતો. તાપસકુમાર સાથે વાતચીત કરી ઓનલાઇન બેક ટ્રાન્ઝેકશન કરવાની બાંહેધરી આપી હતી. જેથી તાપસકુમારને પ્રથમ રૂ.૨૦નું ટ્રાન્ઝેકશન કરીને બતાવ્યુ હતુ. તાપસકુમારે ચેક કરતા પોતાના એકાઉન્ટમાં રૂ.૨૦ આવ્યા હોવાનું માલુમ પડ્યુ હતુ. જેથી તાપસકુમારનો વિશ્વાસ કેળવી ઠગ યુવકે દુકાનમાંથી સોનાની ચેઇન , ચાર જાડી બુટ્ટી , દાગીનાનો સેટ વગેરે મળી રૂ.૪.૬૭ લાખના દાગીના ખરીદ્યા હતા. તાપસકુમારે યુવક પાસેથી તેનો આધારકાર્ડની કોપી માંગી હતી. જેમાં દિલ્હી ઇસ્ટ શાહદરા સ્થિત ઇસ્ટ ગોરખ પાર્કમાં રહેતો સુદીપ રાજ બિજેન્દરકુમાર શ્રીવાસ્તવ હોવાનો ઉલ્લેખ હતો. બેક ખાતામાં પણ તેનું નામ અને એડ્રેસ સરખુ હતુ. જેથી સુદીપે ઓનલાઇન ટ્રાન્ઝેકશનના બહાને તાપસકુમારને બેકમાં ટ્રાન્ઝેકશન થઇ ગયા હોવાનો ફ્રોડ મેસેજ કર્યો હતો. ત્યારબાદ તે જતો રહ્યો હતો. તાપસકુમારે બેક એકાઉન્ટમાં એન્ટ્રી ચેક કરતાં આવું કોઇ પેમેન્ટ ન થયા હોવાનું સામે આવ્યુ હતુ. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું ભાન થતાં તાપસ કુમારે અઠવા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application