તાપીમિત્ર ન્યુઝ,સુરત:કાપોદ્રા વિસ્તારના કારખાનેદારે ધંધામાં પૈસાની જરૂરીયાત હોવાથી એક મહિલા સહિત ત્રણ વ્યાજખોરો પાસેથી રૂ.૨૦ લાખ વ્યાજે લીધા હતા. બદલામાં ત્રણેય જણાંએ રૂ.૩૮ લાખની ઉઘરાણી કરી તેની તમામ મિલ્કતો પડાવી લીધી હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ છે. અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના કેરાળા ગામના વતની અને હાલ પુણાગામ હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા આંબાભાઇ શામજીભાઇ શિંગાળા કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં લુમ્સના કારખાના ધરાવે છે. આંબાભાઇને ધંધામાં પૈસાની જરૂરીયાત ઉભી થતાં પુણાગામ શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા અશોકભાઇ વલ્લભભાઇ ઉકાણી , સંજય ઉર્ફે શિવા ઉકાણી અને કોકીલાબેન મહેશ સાવજ નામના વ્યાજખોરો પાસેથી ટુકડે ટુકડે કરીને રૂ.૨૦ લાખ વ્યાજે લીધા હતા. આ તમામ આંબાભાઇ પાસે સહીવાળી નવી ચિઠ્ઠીઓ બનાવતા ગયા હતા. આમ ગેરકાયદેસર રીતે વ્યાજનું વ્યાજ ચઢાવીને કુલ રૂ.૩૮ લાખની માંગણી શરૂ કરી હતી. પરંતુ આંબાભાઇ પાસે પૈસાની કોઇ સવલત ન હોવાના કારણે ત્રણેય જણાંએ તેમનું ઘર અને કારખાના સહિતની મિલ્કતો પોતાના નામો કરાવી લઇ પડાવી લીધી હતી. ત્યારબાદ અવાર નવાર પૈસા માટે ધાક ધમકી આપતા હતા. જેથી આંબાભાઇએ કાપોદ્રા પોલીસ મથકમાં ત્રણેય વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application