Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્મિમેર હોસ્પિટલ માંથી મૃત બાળકને જન્મ આપી મહિલા ફરાર

  • October 18, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સહારા દરવાજા ખાતે આવેલી મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં એક મહિલાની પ્રસૃતિ કરવામાં આવી હતી. જેમાં મૃત બાળકનો જન્મ થતાં તે તરછોડીને ભાગી છુટી હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ છે. એ.કે.રોડ વિસ્તારમાં રહેતી રેખાદેવી સંજય નામની ૩૦ વર્ષીય મહિલા ડિલીવરી અર્થે સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં દાખલ થઇ હતી. તા.૧૭મી ઓકટોબરના રોજ સવારના સમયે રેખાદેવીએ એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. ડિલીવરી બાદ રેખાબેન મૃત બાળકને ત્યજીને હોસ્પિટલમાંથી ભાગી ગઇ હતી. આ અંગે ડોકટરોને ખ્યાલ આવતા તાત્કાલીક વરાછા પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો હોસ્પિટલમાં દોડી આવી તપાસ કરી હતી. ત્યારબાદ સ્મિમેર હોસ્પિટલના નર્સીંગ કવાર્ટસમાં રહેતા ડો.ડેનીશા બાબુભાઇ કલોત્રાની ફરીયાદના આધારે ગુનો નોધી મહિલાને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application