તાપીમિત્ર ન્યુઝ,સુરત:અમરોલી પોલીસ મથકની હદમાં વિવિધ વિસ્તારોમાં ચાલતા બે જુગારધામ પર પોલીસે અલગ અલગ ટીમો બનાવી છાપા માર્યા હતા. ત્યારે બંને સ્થળો પરથી પોલીસે ૨૪ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જયારે બે ભાગવામાં સફળ રહ્ના હતા. પોલીસે બંને જુગારધામ પરથી રોકડા રૂ.૬.૧૫ લાખની મત્તા કબજે કરી હતી. અમરોલી કોસાડ આવાસની પાછળ જુગારધામ ધમધમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે હકીકતના આધારે છાપો માર્યો હતો. ત્યારે અમરોલી કોસાડ આવાસ , સરથાણા જકાતનાકા , મહિધરપુરા અને અડાજણ વિસ્તારમાં જુગાર રમવા માટે આવેલા અબ્બાસ યાકુબ પટેલ , ભિખા વેકરીયા , હિતેન્દ્ર પરમાર , અભિષેક ગુપ્તા , ભાવસીંગ ભાભોર , બ્રિજેશ ઓમપ્રકાશ રાય , તેજશ દેસાઇ , સફીક પટેલ સહિત ૧૬ જુગારીઓ જુગાર રમતા રંગેહાથ પકડાઇ ગયા હતા. જયારે સોહેલ હસન પટેલ અને અબ્દુલ હસન પટેલ નામના બે જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે જુગારધામ પરથી રોકડા રૂ.૩.૪૦ લાખની મત્તા કબજે કરી હતી. તેમજ અમરોલી પોલીસે ક્રિષ્ણા રેસીડેન્સી કિષ્ણા ફાર્મના પહેલા માળે ચાલતી જુગાર કલબ પર રેડ કરી હતી. ત્યારે મનોજ વલ્લભ અધેરા , જગદીશ જગાણીયા , મુકેશ સંતોકી , હિરેન ચોવટીયા , લક્ષ્મણ કરમુર , કમલેશ મેદપરા , અમિત હિરપરા અને અરવિંદ ઓકલવાડીયા નામના વેપારીઓ જુગાર રમતા રંગેહાથ પકડાઇ ગયા હતા. પોલીસે જુગારધામ પરથી રોકડા રૂ.૨.૭૫ લાખની મત્તા કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500