તાપીમિત્ર ન્યુઝ,સુરત:મહારાષ્ટ્રમાં કેમિકલનો ધંધો કરતા એક વેપારીને બે ઠગબાજોએ સુરત બોલાવી એક હોટલમાં મીટીંગ કરી હતી. ત્યારબાદ કેમિકલ ડીલીવરી આપવાના બહાને વેપારી પાસેથી રૂ.૨૫ લાખ ભરેલી બ્રિફકેસ ટેબલ પર મુકાવી હતી. ત્યારબાદ વેપારીને વાતોમાં નાંખી બંને જણાં કાગળવાળી બ્રિફકેશ પકડાવીને ભાગી છુટ્યા હતા. મહારાષ્ટ્ર થાણે સ્થિત હિરનંદાની એસ્ટેટના સિલ્વર લીન્ક બિલ્ડીંગમાં રહેતા આશિષભાઇ અશોકભાઇ શર્મા કેમિકલના ધંધા સાથે સંકળાયેલા છે. ૯ મહિના પહેલા સંજય ચૌધરી તથા તેનો બોસે એકબીજાની મદદગારીથી આશિષભાઇનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બંને જણાંએ સસ્તા દરે કેમિકલનો જથ્થો અપાવવાની વાત કરી હતી. જેથી આશિષભાઇ લાલચમાં આવી કેમિકલનો જથ્થો ખરીદવા માટેની તૈયારી બતાવી હતી. જેથી બંને જણાંએ આશિષભાઇને સુરત ખાતે મીટીંગ માટે પૈસા લઇને બોલાવ્યા હતા. આશિષભાઇ મહારાષ્ટ્રથી સુરત પાર્લે પોઇન્ટ ખાતે આવેલી સુરત મેરીઓટ હોટલમાં ગયા હતા. ત્યાં બંને જણાંએ આશિષભાઇનો સંપર્ક કરી કેમિકલની ડિલીવરી કરી આપવાની વાતચીત શરૂ કરી હતી. આશિષભાઇ સુટકેશ બ્રિફકેશમાં લાવેલા રૂ.૨૫ લાખ સાઇડ પર મુકાવ્યા હતા. ત્યારબાદ ત્રણેય જણાંએ મીટીંગ શરૂ કરી હતી. તે દરમ્યાન સંજય ચૌધરી અને તેના મળતિયાઓએ એકબીજાની મદદગારીથી રોકડ ભરેલી બ્રિફકેશ લઇ લીધી હતી. તેની જગ્યા પર કાગળની ગડ્ડીવાળી બ્રિફકેશ ત્યાં મુકી દીધી હતી. મીટીંગ પુર્ણ કરી બંને જણાં ત્યાંથી જતાં રહ્ના હતા. થોડીવાર પછી આશિષભાઇએ બ્રિફકેશ ખોલતા પૈસાની જગ્યા પર કાગળની ગડ્ડીઓ દેખાતા તેમના હોશ ઉડી ગયા હતા. આ અંગે ઉમરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી હોટલમાં લાગેલા સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application