હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ-ભરૂચ:ભરૂચ જિલ્લાના વાલીયાના વટારીયામાં એસ.આર.રોટરી શ્રોફ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી કોલેજ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તારીખ ૧૭ અને ૧૮ ઓક્ટોબરના રોજ ૧૫ એન્યુઅલ ફેશન ઓફ સ્ટુડન્ટ કેમકોન ૨૦૧૯ નાં આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી આ કેમ કોન ૨૦૧૯ ની માહિતી આપવા માટે કોલેજ ના અધ્યક્ષ અશોક પંજવાણી,આચાર્ય સ્નેહલ લોખંડવાલા અને નરેન્દ્ર ભાઈ ભટ્ટ તથા અન્ય ટ્રસ્ટી સભ્યો હાજર રહ્યા હતા.જેમાં કોલેજ ના અધ્યક્ષ અશોક પંજવાણી એ જણાવ્યું હતું કે એસ.આર.આઈ. સીટી કોલેજના સંકુલમાં આયોજિત કેમ્પમાં ૨૦૧૯ માં પ્રાદેશિક સરકારી કોલેજો તેમજ રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીઓ માંથી લગભગ અંદાજિત ૫૯૦ જેટલા એન્જિનિયર્સ વિદ્યાર્થીઓ ભાગ લેશે જેના માધ્યમથી વિદ્યાર્થીઓને વધુ આગળ વધવાનું એક મજબૂત પ્લેટફોર્મ મળી રહેશે તેમજ તેમના માં રહેલ એન્જિનિયર્સ કોલેટી બહાર લાવવા માટે નું આ એક મહત્વનું પ્લેટફોર્મ બની રહેશે જે પણ રાજ્યના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યાં છે તે જિલ્લા અને કોલેજો માટે ગૌરવની વાત છે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમના અંતે નરેન્દ્ર ભાઈ ભટ્ટ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો હતો..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application