Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદની સ્પીપા ઇન્સ્ટિટ્યૂટનાં 16 ઉમેદવાર UPSCમાં સફળ થયા : ઓલ ઇન્ડિયા 865 રેન્ક મેળવનાર આદિત્ય અમરાણી છે અમદાવાદનો રહેવાશી

  • May 24, 2023 

અમદાવાદની સ્પીપા ઇન્સ્ટિટ્યૂટનાં 16 ઉમેદવાર UPSCમાં સફળ થયા છે. ઓલ ઇન્ડિયા 865 રેન્ક મેળવનાર આદિત્ય અમરાણી અમદાવાદમાં જ રહે છે અને તેના પિતા નિવૃત IAS અધિકારી છે, જ્યારે માતા સરકારી સ્કૂલમાંથી નિવૃત શિક્ષક છે. હવે આદિત્યએ UPSCની પરીક્ષા પાસ કરીને સફળતા મેળવી છે. આદિત્યએ જણાવ્યું કે, તેણે નિરમામાંથી મિકેનીકલ એન્જીન્યરીંગ કર્યા બાદ IIFT કર્યું હતું. ત્યારબાદ દિલ્હીમાંથી MBA કર્યું અને અભ્યાસ બાદ ખાનગી મોબાઈલ કંપનીમાં એક વર્ષ નોકરી કરી હતી. નોકરીમાંથી નવેમ્બર 2020માં રાજીનામુ આપ્યું હતું અને રાજીનામુ આપ્યા બાદ UPSCની તૈયારી શરૂ કરી હતી. જોકે પહેલીવાર 2021માં UPSCની પરીક્ષા આપી હતી જેમાં તે નિષ્ફળ જતા સપ્ટેમ્બર 2022માં UPSCની ફરી પરીક્ષા આપી હતી, જેમાં તેણે સફળતા મેળવી છે. આદિત્ય હાલ 26 વર્ષનો છે.






આદિત્યના પિતા સંજય અમરાણી 2019માં IAS અધિકારી તરીકે નિવૃત થયા હતા. જ્યારે માતા વિજયાબેન સરકારી પ્રાથમિક સ્કૂલના નિવૃત શિક્ષક છે. આદિત્યનો નાનો ભાઈ રૂજુલ MBA કરીને ખાનગી કંપનીમાં જોબ કરી રહ્યો છે. આદિત્યએ પિતા પાસેથી જ UPSC માટેની પ્રેરણા મેળવી હતી જેના આધારે આદિત્યએ UPSCની તૈયારી કરી હતી. આદિત્ય દરરોજ 10થી 12 કલાક વાંચન કરતો હતો જ્યારે અન્ય ઈતર પ્રવૃત્તિઓથી દૂર રહેતો હતો. પરીક્ષા માટે આદિત્યએ જાણે સોશિયલ મીડિયાનો ત્યાગ કરી દીધો હતો તેણે તેના મોબાઈલ માંથી instagram અને તે facebook ડીલીટ કરી દીધા હતા. તે પરીક્ષા આપીને રિલેક્સ થવા માટે 10-15 દિવસ માટે ફરવા જતો રહેતો હતો. તે કહે છે કે પરિણામથી સંતોષ છે પરંતુ હજુ તેને આગળ વધવાની ઈચ્છા છે જેથી હજી એક એટેમ્પ આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application