તાપીમિત્ર ન્યુઝ,સૂરતઃસુરત જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં ધામધૂમપૂર્વક ગણેશ વિસર્જન થનાર છે.જેને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.વસાવાએ એક જાહેરનામા દ્વારા તા.૧૨/૯/૨૦૧૯ રોજ સવારના ૭.૦૦ વાગ્યાથી રાત્રીના ૨૪.૦૦ વાગ્યા દરમિયાન ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.જે અનુસાર કામરેજ ચાર રસ્તાથી સુરત શહેર તરફ આવનાર ભારે વાહનો જેવા કે,મોટા ટ્રેઈલરો, ડમ્પરો,ટેન્કરો,ટ્રક તેમજ લકઝરી બસોને કડોદરા ચાર રસ્તા તથા સચીન તરફ ડાયવર્ટ થશે.કીમ ચાર રસ્તાથી કે હાંસોટ તરફથી ઓલપાડ થઈ હજીરા સુરત તરફ આવતા-જતા ભારે વાહનોને ઓલપાડ પો.સ્ટે.વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આવા ભારે વાહનોને કડોદરા ચાર રસ્તા તથા સચીન તરફ ડાયવર્ટ થશે.હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application