શૈલેષ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,માંડવી:માંડવી- તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે.આમલી ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી જતાં આશરે પંદર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા અહીંના ગોરસંબા, કાછીયાબોરી,કરવલી સહિતના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાતાં લોકો નાં જીવ તાળવે ચોંટી ગયા છે.માંડવી-કિમ રોડ ઉપર આવેલા ગોડસંબા હાઈસ્કૂલ થી કુમાર છાત્રાલય સુધી કમર સુધી ના પાણી ભરાતાં માંડવી તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ શંકર ચૌધરી સ્થળ પર પહોંચી ગયા હતા. ગોરસંબા,કાછીયાબોરી ગામના આશરે પંચાસ થી સીત્તેર જેટલા ઘરોમા વરસાદનું પાણી ભરાતાં ઘર વખરી સહિત અનાજનું ભારે નુક્સાન થયું છે.મળતી માહિતી મુજબ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લીધે અહીંના અનેક ગામડાઓમાં રેલ જેવી સ્થિતિ સર્જાઈ છે.ગત રોજ નવમી સપ્ટેમ્બર ની રાત્રે આઠ વાગ્યે થી સવારે છ વાગ્યે સુધી ૧૨૬ એમ.એમ.વરસાદ ખાબકીયો હતો અને છ થી આઠ વાગ્યે સુધી બાવન એમ.અમે.વરસાદ પડતાં જનજીવન પર માઠી અસર થઇ છે સાથે ખેડૂતોને પણ પાકમાં ભારે નુક્સાન થવાની સંભાવના વધી ગઇ છે.તેમજ ગોરસંબા કુમાર છાત્રાલયમાં વરસાદી પાણી ભરાતાં ભારે નુકશાન પહોંચવાની શકયતા વર્તાઈ રહી છે.સ્થાનિક પોલીસ તંત્ર સહિત વહીવટીતંત્ર પણ બચાવ કામગીરીમાં જોતરાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application