Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલા તબીબને બ્લેકમેલિંગ કરી રૂપિયા 5 લાખની માગણી કરનાર ત્રણ જણાને પોલીસે ઝડપી પાડયા

  • March 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત શહેરના પુણા હેલ્થ સેન્ટરમા મહિલા તબીબને બ્લેકમેલિંગ કરી રૂપિયા 5 લાખની માગણી કરનાર ત્રણ આરોપીઓને ચોક બજાર પોલીસે ઝડપી પાડયા હતા.આ ત્રણેય આરોપીઓએ મહિલા તબીબ ખાનગી હોસ્પિટલમા પ્રેકટિસ કરતી હોવાનો આરોપ મુકી પૈસાની માંગણી કરતા હતા.સુરતના લાલ દરવાજા પાસે સીટી સેન્ટર રેસિડેન્સીમાં રહેતા અરવિંદભાઈ શર્મા સિવિલ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવે છે.જયારે તેમની પત્ની રાખી શર્મા કરંજ હેલ્થ સેન્ટર ખાતે આર.એમ.ઓ ગાયનોલોજીસ્ટ તરીકે ફરજ બજાવે છે.ગત 2જી માર્ચના રોજ એક ઈસમે ડો.રાખીબેનને ફોન કરી પોતાની ઓળખ કે.ડી.પટેલ તરીકે આપી હતી.અને પોતે હ્યુમન રાઇટ એકટી વીસ્ટ તરીકે કામ કરતો હોવાનુ જણાવ્યું હતુ.અને તેણી પ્રાઇવેટ પ્રેકટીસ કરતી હોવાનું કહી રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી.જો આ રુપિયા નહિ આપશે તો તેઓ તેણીનું કેરીયર ખતમ કરી દેશે તેવી ધમકી આપી હતી.આ ઉપરાંત આ વાત કોઇને કરી છે તો તેણીના પતિ અરવિંદને જાનથી મરાવી નાખીશ તેવી ધમકી આપી હતી.આ ઉપરાંત ગત તારીખ 8 માર્ચ 2019ના રોજ બે અજાણયા ઈસમો ડો.રાખીબેનના કરંજ હેલ્થ સેંન્ટર ખાતે પહોંચી ગયા હતા અને કે.ડી.પટેલે મોકલ્યા હોવાનુ કહી બળજબરીથી પાંચ લાખ રૂપિયા કઢાવાની કોશીશ કરી હતી.જેથી આખરે ડો.રેખાબેન અને ડો.અરવિંદભાઈ ચોકબજાર પોલીસ મથકે પહોંચી ગયા હતા.કે.ડી.પટેલ સહિત ત્રણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે કે.ડી.પટેલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી તેઓને જેલ ભેગા કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application