તાપીમિત્ર ન્યુઝ,સુરત:સરથાણા વિસ્તારમાં ગોલ્ડ સ્કીમના નામે કરોડો રુપિયાનો ચુનો ચોપડનાર બંટી-બબલીને પોલીસે ઝડપી પાડયા હતા.દંપતિ રૂપિયા 2.10 કરોડની રકમ સ્કીમના નામે લઇ રફુચકકર થઇ ગયા હતા.મૂળ જુનાગઢના વિસાવદર તાબેના સરસાઇ ગામનો છે.તેણે સુરતમાં થોડા સમય પહેલા પેલેડીયમ મોલ ખાતે ઓફિસ ભાડે રાખી તેમાં ગોલ્ડ તથા વિદેશી કરન્સીનો ધંધો ચાલુ કર્યો હતો.અલગ-અલગ વ્યકિતઓ પાસેથી પૈસા લઇ તેઓને ચેક તથા પ્રોમીશરી નોટ આપી પૈસા પોતાની પત્નિ અને માતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં.આ છેતરપિંડીમાં અજયની પત્ની જલ્પા પણ લોકોને વિશ્વાસમાં લઇ ફોન કરી ગોલ્ડમાં નાણા રોકવા અને વિદેશી કરન્સી મેળવવા લલચાવતી હતી.આ રીતે પતિ-પત્નિએ અનેક લોકો સાથે છેતરપીંડી કરી હતી અને સુરતમાં ગુનો નોંધાતા રાજકોટ ભાગી ગયા અને ભાડેથી રહેતાં હતાં.આ દંપતીએ લોકોને ગોલ્ડ લોનમાં રોકાણ કરી દોઢ ગણો લાભ અપાવવાની લાલચ આપી અંદાજે રૂપિયા 2.10 કરોડ એકઠા કરીને યોગીચોકની ઓફિસના પાટિયા પાડી દીધા હતા.ઓફિસ બંધ કરીને દંપતિ ભાગી છૂટતા ગોલ્ડ લોનમાં રોકાણ કરનારા લોકોને છેતરાયા હોવાનો અહેસાસ થતાં સરથાણા પોલીસ મથકે ધસી ગયા હતા.છેવટે રજની લાખાણી તથા જલ્પાબહેન લાખાણી સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે બંટી બબલીને શોધી કાઢી તેમને જેલ ભેગા કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application