SC/ST રાષ્ટ્રીય આજીવિકા સેવા કેન્દ્ર-સુરત દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યુવાનોની રોજગારક્ષમતા વધારવા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સક્ષમ બનાવવાના હેતુથી તા.૧/૭/૨૦૨૨ થી નિ:શુલ્ક તાલીમ કાર્યક્રમ, એક વર્ષનો ઓ-લેવલ કમ્પ્યુટર સોફ્ટવેર, હાર્ડવેર અને ૧૧ મહિનાનો વિશેષ કોચિંગ કોર્સ શરૂ કરવામાં આવશે. તા.૧૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે. તાલીમ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓનું રોજગાર કચેરીમાં નામ નોંધાયેલું હોવું જોઈએ. ઉમેદવાર ૧૨ પાસ હોવો જરૂરી છે, અને તેની વયમર્યાદા તા.૦૧/૦૭/૨૦૨૨ના રોજ ૧૮ થી ૩૦ વર્ષ અને વિશેષ અભ્યાસક્રમો માટે ૧૮ થી ૨૭ વર્ષ હોવી જોઈએ.
તાલીમ કેન્દ્રમાં ઉમેદવારને નિયમ અનુસાર રૂ.૧૦૦૦ રૂપિયાની શિષ્યવૃત્તિ અને વિનામૂલ્યે પુસ્તક સહાય મળશે. ઉમેદવારોની પસંદગી મેરીટ/લેખિત કસોટી/ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. સુરત જિલ્લાના ઈચ્છુક ઉમેદવારો સુરત રોજગાર કચેરીનો અને અન્ય જિલ્લાના રહેવાસી હોય તેઓ નજીકની રોજગાર કચેરીનો સંપર્ક કરી અરજી કરી શકશે. અરજીમાં શૈક્ષણિક લાયકાત અંતર્ગત એચ.એસ.સી. અથવા શાળા છોડ્યાનો, જાતિનો અને રોજગાર કચેરીનો દાખલો તેમજ ૩ પાસપોર્ટ ફોટા, બેંક પાસબુકની નકલ અને આધાર કાર્ડ સહિતની વિગત આપવી એમ સુરત રોજગાર કચેરીની યાદીમાં જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500