નવસારીમાં KKDF ઈન્ટરનેશનલ સંસ્થા દ્વારા 10મી ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. જેમાં 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્ટાઈલમાં કાતાસ કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી. તેમજ 6 થી 21 વર્ષ સુધીના એજ ગ્રુપમાં થયેલી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ કાતાસ કરીને પોતાની તૈયારી દર્શાવી માર્કસ મેળવ્યા હતા. જેને આધારે એજ ગ્રુપ અનુસાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી, એમને મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જોકે વિદ્યાર્થીઓએ સ્પર્ધા દરમિયાન અનેક નવી ટેકનીક પણ શીખી હતી. વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ આગળ રહી હતી. KKDF ઈન્ટરનેશનલ સંસ્થા લાંબા સમયથી નવસારીમાં કાર્યરત છે અને નવસારી સહિત આસપાસનાં જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓને કરાટેની તાલીમ આપી છે. જેમાં દર વર્ષે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતા કરી, વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને કરાટેનો ઉદ્દેશ્ય લોકોને માર્શલ આર્ટસ પ્રત્યે જાગૃત કરી, તેના થકી જીવનમાં શિસ્તતાના પાઠ શીખી જીવનમાં આગળ વધે એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500