શૈલેષ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,માંડવી:સુરત જિલ્લા એસઓજીની ટીમ કીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે,કરંજ જીઆઇડીસી પટેલ કોમ્પ્લેક્ષ ખાતે એક ઈસમ સદગુરુ કૃપા ક્લિનિક નામનું દવાખાનું ખોલી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસના સર્ટિફિકેટ વગર લોકોને સારવાર કરી રહ્યો છે.આ બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર પહોંચતા ક્લિનિકમાં ડોક્ટર રમેશ બિશ્વાહ બી.એ.એમ.એસ.નું સાઇન બોર્ડ લગાવી મેડિકલ પ્રેક્ટીસ કરતો હોવાનું જણાય આવ્યું હતું.આ તબીબ બવાસીર, ભગંદર,હાઈડ્રોસિલ અને સેક્સના ઈલાજની ગેરેંટી એવું સાઈન બોર્ડ પણ લગાવ્યું હતું પોલીસે અંદર જઈને એક વ્યક્તિ રમેશભાઈ સુશેનચંદ્ર બિશ્વાહ રહે,કરંજ જીઆઇડીસી,પટેલ કોમ્પ્લેક્સ,તા.માંડવી,જી-સુરત મુળ રહે,પશ્ચિમ બંગાળ ને ઝડપી પાડી તેમની પાસે અલગ અલગ એલોપેથી દવા તેમજ મેડિકલ સારવારના સાધનો મળી 40 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500