તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:સરદાર પટેલની ભૂમિ એવા બારડોલી ખાતે આજરોજ અદ્યતન સુવિધાસભર બારડોલી હોસ્પિટલને ડાંગ કલેકટરશ્રી બી.કે.કુમાર ના વરદ્ હસ્તે,સુરત જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિ અધ્યક્ષશ્રી કિશોરભાઈ પાનવાલા,બારડોલી નગર પ્રમુખશ્રી ગણેશભાઈ ચૌધરી,અજીતસિંહ સુરમા,ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ,સેનેટ મેમ્બર વીર નર્મદ દ.ગુ.યુ. સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકવામાં આવી હતી.ડાંગ કલેકટરશ્રી બી.કે.કુમારે દીપ પ્રાગટ્ય કરી બારડોલી હોસ્પિટલના ડોકટરોની ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે,શિક્ષણની સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે આદિવાસી યુવાનોની પહેલ ખૂબજ પ્રશંશનીય છે.ગામડાના લોકોને આરોગ્યની સેવાઓ માટે હવે મોટા શહેરોમાં જવુ નહીં પડે.ઉચ્ચ આરોગ્ય સેવાઓ તમામ લોકોને ઘર આંગણે મળી રહે તે આજના સમયની માંગ છે.આ નવયુવાન ડોકટરો ખૂબ જ પરિશ્રમ કરી પોતાના વિસ્તારમાં સેવા કરવા માટે કટીબધ્ધ બન્યા છે.પ્રાસંગિક પ્રવચન આપતા રજનીકાંત રજવાડીએ સૌને આવકારતા જણાવ્યું હતું કે,અથાગ પુરૂષાર્થ ના પરિણામે આજે આ સપનું સાકાર કરી શક્યા છીએ.સરકારશ્રીની આર.એસ.બી.વાય યોજનાઓને પણ અમલી બનાવવામાં આવી છે.ગ્રામીણ ક્ષેત્રના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે અહીં મેડિકલ કોલેજ પણ શરૂ કરવાના અમારા પ્રયાસ રહેશે.પારડી હોસ્પિટલ ના ડો.એમ.એમ.કુરેશી એ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,બહોળો અનુભવ ધરાવતા સર્જન પૈકી એક એવા શ્રેષ્ઠ ડો.કિનવ ચૌધરી નાનામાં નાની તકેદારી રાખી સફળ શસ્ત્રક્રિયામાં પારંગત છે.બારડોલી હોસ્પિટલ ના ઉદ્ઘાટન પ્રસંગે ડો.ઉર્વીબેન દેસાઈ એ ગણેશવંદના કરી હતી.બારડોલી હોસ્પિટલના ડો.કિનવ ડી.ચૌધરી(સર્જન),ડો.હેમલતા કે.ચૌધરી(પેથોલોજી),ડો.ગણેશ બી.ચૌધરી (એનેસ્થેસિયોલોજીસ્ટ),ડો.હેમાદ્રી રજવાડી(રેડીઓલોજીસ્ટ) ,ડો.હાર્દિક ટી.પટેલ (ઓર્થો),ડો.તુષાર ડી.ચૌધરી (ગાયનેક) સેવા આપી રહયા છે.આ પ્રસંગે જીવનદીપ હોસ્પિટલ ના ડો.સુરેશભાઈ ચૌધરી,ડો.તનુભાઈ ચૌધરી,ડો.આશીષ ચૌધરી,ચૌધરી સમાજના પ્રમુખશ્રી લાલસીંગભાઈ ચૌધરી,બારડોલી સુગર ફેકટરીના ભાવેશભાઈ પટેલ તેમજ ખેડૂત અને સહકારી અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં બારડોલી નગરના લોકો ઉપસ્થિત રહયા હતા.સમગ્ર કાયર્ક્રમનું સંચાલન દિપિકા દેસાઈએ કર્યું હતું.
high light-ડાંગ કલેકટરશ્રી બી.કે.કુમારે દીપ પ્રાગટ્ય કરી બારડોલી હોસ્પિટલના ડોકટરોની ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે,શિક્ષણની સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે આદિવાસી યુવાનોની પહેલ ખૂબજ પ્રશંશનીય છે.ગામડાના લોકોને આરોગ્યની સેવાઓ માટે હવે મોટા શહેરોમાં જવુ નહીં પડે.ઉચ્ચ આરોગ્ય સેવાઓ તમામ લોકોને ઘર આંગણે મળી રહે તે આજના સમયની માંગ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500