કામરેજનાં અબ્રામા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા ૧૦ જુગારીઓને રૂપિયા ૨.૨૮ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ, અબ્રામા ગામની સીમમાં બલ્લાવાળા વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં હરીશ ઉર્ફે હેમાંશુ મેર તેના અન્ય સાગરીતો સાથે મળી વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યા હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે જુગાર સ્થળે છાપો માર્યો હતો. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસે કોર્ડન કરી ૧૦ જેટલા જુગારીઓને ઝડપી પાડયા હતા. આમ, પોલીસે બનાવનાં સ્થળેથી રૂપિયા ૭૨,૬૫૫/- રોકડા, ૩૬ હજાર કિંમતનાં ૯ મોબાઈલ ફોન, ૧.૨૦ લાખની કિંમતનાં ૬ ટૂ વ્હિલ વાહનો મળી પોલીસે કુલ ૨૨૮૬૫૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારીઓ અજય વલ્લભભાઈ વારૈયા (રહે. મણીનગર ફળિયું, સાયણ) સાબીર મુસાભાઇ પટેલ (રહે. કોસાડ આવાસ, અમરોલી), રમેશ વલ્લભભાઈ પટેલ (રહે.રામનગર સોસાયટી, ઉતરાણ), સફી માસુમભાઈ પીંજરા (રહે.કોસાડ આવાસ), ઇમ્તિયાઝઅલી અબ્બાસઅલી શેખ (રહે.શાહપોર, સુરત), હેમંત ભાઇલાલભાઈ રાઠોડ (રહે.નવી હળપતિવાસ, ઉમરગામ), હિમ્મત દેવરાજભાઈ સાવલીયા (રહે.ઈશ્વરકૃપા સોસાયટી, વરાછા), વિરેન્દ્ર શ્રીનેદ નિશાદ (રહે.કાપોદરા), પવન સૂરજભાન લોધી (રહે.ગોથાણ ગામ, ઓલપાડ) અને વિજય છગનભાઈ રાજપરા (રહે.વરાછા)ની કામરેજ પોલીસે અટક કરી હરીશ ઉર્ફે હેમાંશુ અરવિંદભાઈ મેર (રહે.ભાલીયાવાડ) અને ભાલીયા હરેશભાઈ (રહે.કુંભારવાડ ફળિયું, કઠોર ગામ)નાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500