પ્રયાગરાજ મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચીને સંગમમાં સ્નાન કરી રહ્યા છે. જેના કારણે ભારે ભીડને કારણે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. મહાકુંભમાંથી પરત ફરતી વખતે, ઉત્તરપ્રદેશના ફતેહપુર અને સોનભદ્ર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માતો અલગ-અલગ જગ્યાએ થયા હતા. સોનભદ્ર જિલ્લામાં બાભની-અંબિકાપુર રોડ પર બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 5 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા. પ્રથમ અકસ્માત બોલેરો અને ટ્રેલર સામસામે અથડાતાં સર્જાયો હતો. આ અકસ્માતમાં એક દંપતી અને અન્ય બે સહિત એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. આ તમામ લોકો મહાકુંભમાં સ્નાન કરીને છત્તીસગઢના રાયગઢ પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં 7 લોકો ઘાયલ પણ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application