સુરત જિલ્લાના હજીરા વિસ્તારના કવાસ ગામે કેમિકલયુક્ત પાણી પીવાથી 10 ભેંસના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. જયારે એકસાથે 10 ભેંસના મોત થયાં હોવાનું જાણવા મળતા જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારી, જીપીસીબી અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બનાવની વિગત એવી છે કે, કવાસના લીમલા ગામથી તાપી નદીની જેટી તરફ જતા રસ્તા પર આ ઘટના બની હતી. આ રસ્તા પર ક્રિભકો કંપની આવેલી છે.
તેમજ ક્રિભકો કંપનીના કંપાઉન્ડમાથી નીકળી નજીકના નાળામાં જતું ઝેરી પાણી પીવાથી 10 ભેંસના મોત થયા હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. 10 અબોલ પશુના મોત થતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પશુપાલન વિભાગના અધિકારીઓએ મૃત ભેંસમાં લોહી થતાં અન્ય સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. હાલ ભેંસના મોતનું સત્તાવાર કારણ જાણી શકાયુ નથી પરંતુ ભેંસના મોતથી ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઝેરી કેમિકલયુક્ત પાણી પીવાથી 10 ભેંસના મોત થયાં હોવાનું જાણવા મળતા જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
તેઓએ ઘટનાની આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ ક્રિભકો કંપનીની દીવાલથી બહાર નીકળતાં પાણીના સેમ્પલ લીધા હતા. આ ઉપરાંત આપસાપના નાળામાંથી પણ પાણીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. કવાસ પાસે ભેંસ મરી જવાની ગંભીર ઘટનામાં જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારીઓએ મૃત ભેંસના સેમ્પલ લીધા હતા. બીજી તરફ 10 ભેંસ પેકી 1 ભેંસને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500