Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાની યુનિવર્સિટી ઓફિસમાં મોબાઈલ અને મીડિયાને ‘નો એન્ટ્રી’

  • May 21, 2022 

વડોદરાની એમ એસ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવનો વિવાદિત નિર્ણયનો મામલો ચગ્યો છે. વાઈસ ચાન્સેલરની ચેમ્બરની બહાર ટ્રે મૂકી સૂચના સાથે બોર્ડ મૂકવામાં આવ્યું છે કે, વીસીની ચેમ્બરમાં જતાં પહેલાં મોબાઈલ બહાર મૂકવો. ત્યારે યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રકારનો નિર્ણય કોઈ વીસીએ નથી લીધો. એટલુ જ નહિ, યુનિ. હેડ ઓફિસ ખાતે હથિયારદારી જવાન પણ તૈનાત કરાયા છે. 


યુનિવર્સિટીની વાઈસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ વિવાદિત નિર્ણયોને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે યુનિવર્સિટી ઓફિસમાં નવા નિયમો લગાવ્યા છે. યુનિ. સત્તાધીશોના તકલઘી નિર્ણયનો ચારે તરફ વિરોધ ઉઠ્યો છે. સેનેટ સભ્યએ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યુ કે, વીસીના અધિકાર ક્ષેત્રનો નિર્ણય, જેનો અમારો વિરોધ છે. તો આ મામલે યુનિ.ના PRO લકુલીશ ત્રિવેદીએ લુલ્લો બચાવ કરતા કહ્યુ કે, વીસીની ઑફિસમાં ફોનના કારણે ડિસ્ટર્બ થાય છે એટલે આવો નિર્ણય લીધો હશે. અગાઉ યુનિ.માં જે ઘટના બની તેને લઈને ગનમેન પોલીસ કમિશનરે ફાળવ્યો છે. 


વાઈસ ચાન્સેલરના તઘલખી નિર્ણય

  1. વીસીની ચેમ્બરમાં જતાં પહેલાં મોબાઈલ બહાર મૂકવો
  2. યુનિ. હેડ ઓફિસ ખાતે હથિયારદારી જવાન પણ તૈનાત કરાયા 
  3. હેડ ઑફિસમાં મીડિયાને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો
  4. વીસી કે રજિસ્ટ્રારની ઑફિસ સુધી કોઈને પણ નહિ જવા આદેશ


તો આ અંગે યુનિ.ના સિન્ડિકેટ સભ્યએ કહ્યુ કે, વાઇસ ચાન્સેલરનો નિર્ણય ગેરવ્યાજબી, જેનો સિન્ડિકેટની બેઠકમાં ઉગ્ર વિરોધ કરીશું. વીસી સિન્ડિકેટ અને સેનેટ સભ્યને પણ નથી મળતા, ફોન પણ નથી ઉઠાવતા. યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે છે, જો વીસીને કોઈને મળવાની ઈચ્છા ન હોય તો ચંદ્ર કે મંગળ પર હેડ ઓફિસ બનાવવી જોઈએ. એવું તો શું છે ઑફિસમાં કે મોબાઈલ લઈને નહિ જઈ શકાય?  મીડિયાકર્મીઓ પર રોક કેમ? વીસી વિજય શ્રીવાસ્તવ 50 હજાર વિદ્યાર્થીઓના વાલી છે, માલિક નહિ. વીસીની ઑફિસ બહાર ગન મેનની કેમ જરૂર?, વીસી વાલી તરીકે કામગીરી કરશે તો સિક્યોરિટીની જરૂર નહિ પડે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application